વિરમગામ શહેર રાજમાર્ગો પર  વીર માંધાતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

0
100
PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ  શહેરમા  માંધાતા યુવા ગૃપ દ્વારા કોળી સમાજના ઇષ્ટદેવ ગણાતાં વીર માંધાતા પ્રાગટ્ય દિન નિમિત્તે આજરોજ શહેરમા વસતાં કોળી પટેલ સમાજના લોકો દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા મા મોટી સંખ્યામાં સમાજના ભાઇઓ, બહેનો, વડીલો, નાના બાળકો જોડાયાં હતાં. શોભાયાત્રા બપોરે ૧૨:૦૦ કલાકે શહેરના ગાયાત્રી મંદિર થી પરકોટા, ગોલવાડી દરવાજા સહિત વવિઘ રાજમાર્ગો પર નીકળી હતી. શોભાયાત્રા દરમિયાન શહેરના પરકોટા વિસ્તારમાં સરદાર પટેલ ગૃપ વિરમગામ દ્વારા શોભાયાત્રામા ઉપસ્થિત લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા પુરી પડાઇ હતી.
ઉલ્લેખનીય છે કે શોભાયાત્રાની સાથે દર વર્ષે આ સમાજ એકત્રિત થઇ શિક્ષિત, સંગઠીત અને વ્યસનમુક્ત બને તે માટે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. આ શોભાયાત્રામા સમાજના આગેવાન સહિત માંધાતા યુવા ગૃપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here