વિરમગામ સિઘ્ઘનાથ મેળામાં ગેમ રમવા બાબતે બોલાચાલી થતા એક યુવાન ઇજાગ્રસ્ત, આરોપી સામે ફરીયાદ નોંધાઇ

0
99

 

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવ મંદિર પટાંગણમાં શરૂ થયેલ લોક મેળામાં રોજબરોજ નાના-મોટા ઝઘડા વચ્ચે ગત મોડી રાત્રીએ વઘુ એક ઝઘડો થવા પામ્યો હતો. શહેરના સિઘ્ઘનાથ પટાંગણના મેળામાં ઉમેશ લક્ષ્મણભાઇ ડોડીયા (ઉ.વ.17) રહે.નીલકી ફાટક, આંબેડકર સોસાયટી વિરમગામનાઓ મેળામાં બોલગેમ દૂકાનમા બોલ ગેમ રમતાં હતાં ત્યારે આરોપી અશ્વિન ભીખાભાઇ ઠાકોર રહે.હાથી- તલાવડી વિરમગામ રમવાનીના પાડતા એકબીજા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા અને જાતી વિરુઘ્ઘ ઉચ્ચારણ કરતા ઉમેશ લક્ષ્મણભાઇ ડોડીયાને હાથના ભાગે ઇજા થતાં તેઓને વિરમગામ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જે બાબતે આરોપી અશ્વિન ભોજાભાઇ ઠાકોર સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમા ફરીયાદ નોંઘ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here