વિરમગામ સેસન્સ કોર્ટ ખાતે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઇ હતી. બાર એસોસિએશનના પ્રમુખ – ઉપપ્રમુખની નિમણૂક કરાઇ

0
92
 
PIYUSH GAJJAR – VIRAMGAM 
 અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામ શહેરમાં આવેલી નામદાર સેસન્સ કોર્ટ ખાતે તમામ વકિલોના યુનિયન બાર એસોસિએશન ચૂંટણી યોજાઇ હતી. જેમાં બાર એસોસિએશન ના પ્રમુખ માટે ચાર ઉમેદવારો
(1) ધરમશીભાઈ મોહનલાલ ચાવડા
(2) કાંતીલાલ સોમાભાઈ પટેલ
(3) રીનાબેન ચંદ્રકાન્ત રાવલ
(4) સેવંતીલાલ કેશવલાલ વોરા
જ્યારે ઉપપ્રમુખ માટે  બે ઉમેદવારો
(1) રમેશભાઈ અરજણભાઈ ચાવડા
(2) જીતેન્દ્રભાઇ કે. બારડ ઉપયુક્ત હોદ્દેદારો માટેની ચૂંટણીમા ઉભા રહ્યા હતા. આ બાર એસોસિએશનમા  કુલ ૬૧ મતદાનની સંખ્યા છે. જેમા બપોરે ૧૨:૦૦ કલાક થઈ ૦૩:૦૦ કલાક સુધી ૫૯ વકીલોએ મતદાન પૂર્ણ કયું. ત્યારે સાંજે ૦૪:૦૦ કલાકે આ ચૂંટણી મતદાન ગણતરી હાથ ધરી હતી જેમા સૌથી વઘુ મત મળતા ઘરમશીભાઇ ચાવડાને બાર એસોસિએશન પ્રમુખ તરીકે નીમાયા હતા જ્યારે ઉપપ્રમુખ તરીકે જીતેન્દ્ર બારોટની નિમણૂક કરાઇ હતી.
બીજી બાજુ  વિરમગામ તાલુકા બાર એશોસીએશનની ચૂંટણીમાં  બીન હરીફ રહેતા પ્રમુખ તરીકે રાજેન્દ્રકુમાર પી. પરીખ, ઉપપ્રમુખ સમીર કે. બારોટ, મહામંત્રી – જાકીરહુસેન પાનસેરીયા, મંત્રી – મોહન કે સિંધવ, કારોબારી સભ્યો – ફૈઝલઅબ્બાસ આર. ગીલાની, દિલીપભાઇ આર. દેસાઈ, નીશીતભાઈ કે. બારોટ, જીતેન્દ્રભાઇ સી. ગોહીલ નામો થકી બાર એસોસિએશનની નિમણૂક કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here