વિરમગામ હાંસલપુર GIDC વેપારી દ્વારા 300 થી વઘુ અસરગ્રસ્તોને આશરો આપી જમાડવાનો સેવાયજ્ઞ

0
116

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે. ત્યારે આવા સમયમાં નિચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે વિરમગામ હાંસલપુર GIDC ના વેપારીઓ દ્વારા વિરમગામ ના હાંસલપુર, મેલડીનગર સહિતના જ્યાં તંબુ બાંઘીને મજુર વર્ગ વશે છે. એવા વિસ્તારોમાં આશરે 300થી વઘુ પરીવારો ના લોકોને પુરી-શાકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

GIDC INDUSTRIAL ESTATE નાં વેપારીમિત્રો દ્વારા આજુબાજુની વસાહતો અને ઝુપડપટ્ટીના લોકો વરસાદી પાણીથી વઘુ અસરગ્રસ્ત હોઇ તેઓને હાંસલપુર પાસે કોમ્પલેક્ષમા આશરો અપાયો છે. અને બંને સમયનું ભોજન બનાવીને આપવામાં આવે છે. તેમજ આરોગ્યલક્ષી સેવા પણ પૂરી પાડવામાં આવી છે. ઉપરાંત ઠંડા વરસાદી વાતાવરણ વચ્ચે 100 થી વઘુ રેઇનકોટ પણ આપવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે હાંસલપુર GIDC વેપારીઓ દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે વરસાદી પાણી ઊતરે ત્યાં સુધી, અસરગ્રસ્તોને આશરો આપી જમાડવામાં નેમ લીઘા છે અને શિવમ કોમ્પ્લેક્સ, હાંસલપુર ચોકડીમાં રસોડું ચાલુ કરવામાં આવ્યુ છે. આવી નિશ્વાર્થ ભાવની સેવાને લાખો સલામ…. એવુ આ અસરગ્રસ્ત પિડિતોમાંથી એકે કહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here