Monday, December 9, 2024
Google search engine
HomeGodhra - Panchmahalવિશ્વ હિન્દુ પરિષદ, પંચમહાલ વિભાગ દ્વારા ગોધરા ખાતે સામાજિક સમરસતા વિભાગ દ્વારા...

વિશ્વ હિન્દુ પરિષદ, પંચમહાલ વિભાગ દ્વારા ગોધરા ખાતે સામાજિક સમરસતા વિભાગ દ્વારા વિચાર સમરસતા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલ

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

વિશ્વ હિન્દુ પરિષદ, પંચમહાલ વિભાગ દ્વારા ગોધરા ખાતે સામાજિક સમરસતા વિભાગ દ્વારા વિચાર સમરસતા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલ હતું. અસ્પૃશ્યતાના દૂષણને દૂર કરવા સમરસ-સમર્થ સમાજ ના નિર્માણ માટે આ પ્રકારની ગોષ્ટી નું આયોજન કરવામાં આવતું હોય છે હિન્દુ સમાજ માટે એક મંદિર એક કુવો એક સ્મશાન હોવું જોઈએ આપણે સૌ એક સમાન, હિન્દુ હિંદુ ભાઈ ભાઈ એ પ્રકારની કલ્પના સમરસતા નિર્માણ માટે પૂજ્ય સંતો દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવેલ છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દલિત વસ્તીમા ભોજન ગ્રહણ કાર્યક્રમ કરવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ ખાતેના શિલાન્યાસ કાર્યક્રમમા શિલાન્યાસ એક દલિત બંધુના હસ્તે કરવામાં આવેલ જે સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી સમયમાં પ્રત્યેક જિલ્લા મથકો પર આ પ્રકારની સમરસતા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવનાર છે, સાથે સાથે સમરસતા યાત્રા, સમરસતા યજ્ઞ જેવા કાર્યક્રમોના આયોજન કરવામાં આવનાર છે. ગામડે ગામડે ઘરે ઘરે જઈ સામાજિક સમરસતા નિર્માણનું જાગરણ કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય સરસંઘચાલક સમરસતાના સંદર્ભમાં પોતાના ઘણા અનુભવો કહ્યા છે. જેમાં “એક મંદિર, એક કુવો અને એક સ્મશાન” જે નિર્માણ થાય તેઓ આગ્રહ કરવામાં આવે છે.

 THIS NEWS IS POWERED BY –– PHONEWALE 

અંતમાં સમરસતા પ્રસ્તાવ પ્રારીત કરી અસ્પૃશ્યતા નાબૂદીનો સંકલ્પ લેવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહિલા અંડર-19 કપ્તાન તરીકે દલિત સમાજની દીકરી હિરલબેન સોલંકી, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મૂર્તિકાર કિરણભાઈ ચાંપાનેરીયા, વણિક સમાજની દીકરી રાજવી દક્ષેશભાઈ શાહ કે જેને હોમલેન્ડ સિક્યુરિટી ફ્રેન્ડ એન્ટી ટૅરરિઝમમા ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંગશન થી પાસ થયેલ છે. તેમજ દલિત દંપતિ પરીક્ષિતભાઈ ચૌહાણ કે જે રેલવે સુપ્રિટેન્ડેન્ટમાં ઓફીસમાં ફરજ બજાવે છે અને એમના ધર્મપત્ની સોનાલીબેન ચૌહાણ કે જેઓ એડવોકેટ છે. આ સૌનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા અને કેન્દ્રીય મંત્રી દેવજીભાઈ રાવત, RSSના નડિયાદ વિભાગના માનનીય સંઘ ચાલકજી પરિમલભાઈ પાઠક, VHP ના ક્ષેત્રીય સેવા પ્રમુખ રામભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા સરકારી વકીલ રાકેશભાઈ ઠાકોર, SC-ST મોરચા BJP પ્રદેશમંત્રી નાથાભાઈ વણકર, પ્રોફેસર વિનોદભાઈ ગાંધી, માલવદિપસિંહ રાહુલજી, VHP પ્રાંત સહમંત્રી શંભુપ્રસાદ શુક્લ, વિભાગ મંત્રી ઇમેશભાઈ પરીખ, જિલ્લા મંત્રી નીલેશ ભાટિયા, કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ભગત તેમજ વિવિધ સમાજના અને વિવિધ ક્ષેત્રના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments