સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે ઓરલ હેલ્થ સપ્તાહ ઉજવણી અંતર્ગત દાંતની તપાસ કરવામાં આવી

0
166

NILKANTH VASUKIYA – VIRAMGAM

 

 

– વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ દ્વારા બાળકોને સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે લાવીને દાંતની તપાસ કરાવવામાં આવી

– વિદ્યાર્થીઓને મોં તથા દાંતની સ્વચ્છતા કઇ રીતે રાખવી જોઇએ તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી.

નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત ૨૦ થી ૨૬ માર્ચ ૨૦૧૮ સુધી ઓરલ હેલ્થ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે ડેન્ટીસ્ટ ડો. ઉમાદેવી ગોહિલ દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે દાંતની તપાસ કરવામાં આવી હતી અને જરૂરી સલાહ સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મોં તથા દાંતની સ્વચ્છતા કઇ રીતે રાખવી જોઇએ તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાના માર્ગદર્શન અનુસાર વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ દ્વારા બાળકોને સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે લાવીને દાંતની તપાસ કરાવવામાં આવી રહી છે. ઓરલ હેલ્થ સપ્તાહની ઉજવણી સફળ બનાવવા માટે  સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.મહેરઅસ્મા રંગુનવાલા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડેન્ટીસ્ટ ડો. ઉમાદેવી ગોહિલ, કે.એમ.મકવાણા, ગૌરીબેન મકવાણા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા સહિત આરોગ્ય વિભાગના અધિકારી, કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામના ડેન્ટીસ્ટ ડો. ઉમાદેવી ગોહિલે જણાવ્યુ હતુ કે, ચોકલેટ, ગોળ, મીઠાઇ જેવા ગળ્યા તથા ચીકાશવાળા પદાર્થો દાંતમાં ચોટી રહેવાથી બેક્ટેરીયા દ્વારા એસિડ ઉત્પન્ન થતો હોય છે અને દાંતનો સડો થાય છે. દાંતનો સડો ન થાય તે માટે ગળ્યા તથા ચીકણા પદાર્થો ખાધા પછી બ્રશ અથવા કોગળા કરવા જોઇએ. દર છ મહિને ડેન્ટીસ્ટ પાસે દાંતની તપાસ કરાવવી જોઇએ. દિવસમાં બે વખત સવાર સાંજ બ્રશ કરવું જોઇએ. ઇન્ટર ડેન્ટલ ફ્લોસના ઉપયોગથી બે દાંત વચ્ચેની સફાઇ કરવી જોઇએ. તમાકુ, બીડી, ગુટખાનુ સેવન કરવાથી કેન્સર થવાની સંભાવનાઓ રહેલી છે. જેથી વ્યસન છોડવું જોઇએ. દાંત પર છારી જામી જાય તો ડેન્ટીસ્ટ પાસે દાંતની સફાઇ કરાવવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here