હરિહર ઉદાસીન આશ્રમ ખાનપુર લાટ ખાતે રાવળ યોગી સમાજનો દ્વિતિય સમુહ લગ્નોત્સવ યોજાયો

0
182

NILKANTH VASUKIYA – VIRAMGAM

 

– બાવળા, ધોળકા, સાણંદ રાવળ યોગી સમાજના દ્વિતિય સમુહ લગ્નોત્સવમા અનેક સાધુ સંતોએ નવદંપતિને આશિર્વાદ આપ્યા

અમદાવાદ જિલ્લાના હરિહર ઉદાસીન આશ્રમ, ધોળકા બગોદરા હાઇવે, ખાનપુર લાટ ખાતે ફાગણ સુદ-૩ ને રવિવાર તા.૧૮-૦૨-૧૮ના રોજ બાવળા, ધોળકા, સાણંદ રાવળ યોગી સમાજના દ્વિતિય સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમુહ લગ્નોત્સવમાં અનેક સાધુ સંતોએ નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત માતાજીના માંડવામાં ડાક ડમરૂના ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
હરિહર ઉદાસીન આશ્રમ ખાતે આયોજિત બાવળા, ધોળકા, સાણંદ રાવળ યોગી સમાજના દ્વિતિય સમુહ લગ્નોત્સવમાં દીકરીઓને કરિયાવરમાં તિજોરી, પેટી પલંગ, મંગળસુત્ર, ખુરશી, રસોડા સેટ, સાડી સેટ સહિત અનેક વસ્તુઓની સાથે કરિયાવરમાં શ્રીમદ્દ ભગવદ ગીતા આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે આયોજિત સમુહ લગ્નોત્સવમાં ગણેશ સ્થાપન, મંડપ મુહર્ત, જાન આગમન, હસ્ત મેળાપ, ભોજન સમારંભ, સત્કાર સમારંભ અને કન્યા વિદાય સહિતના કાર્યોક્રમોનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત રાવળ યોગી સમાજના સમુહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં રાવળ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here