દાહોદ જિલ્લાના ૧૩૦ – ઝાલોદ વિધાન સભાના ભાજપના ઉમેદવાર મહેશભાઈ ભુરીયા મળતાવડા સ્વભાવ અને સરળ હોઈ તેઓને ગામડે ગામડે મળી રહ્યું છે જન સમર્થન. ઝાલોદમાં0 દેશના ગૃહમંત્રી અમિત શાહની જંગી જાહેરસભા બાદ તેઓના સમર્થનમાં વધારો થઈ રહ્યો છે. તેઓએ પોતાના વક્તવ્યમાં લોકોના પડખે હંમેશા ઉભો રહી જે કામો બાકી છે તે પુરા કરીશ. આવી વાતો અને પ્રચારના લીધે ઝાલોદ શહેર અને ગામડે ગામડે તેઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે લોકસેવા કરવી જેનું કામ છે. મહેશભાઈ ભુરીયા એનું નામ છે. આમ લોકો દ્વારા અદ્દભુત પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી બાજુ ઝાલોદમાં અમિત શાહની જાહેર સભા પછી લોકોમાં ભાજપ પ્રત્યે વધુ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે ઝાલોદમાં કોંગ્રેસ દ્વારા વર્ષોથી લોકોની મૂળભૂત સમસ્યાઓમાં ધ્યાન ન આપવું લોકોની રજૂઆતો ધ્યાન ઉપર ના લેતા સામાન્ય જનમાનસ ઉપર કોંગ્રેસની ખુબજ ખરાબ છાપ ઉપશી છે. જેના લીધે ઝાલોદનાં વિકાસ કાર્યો છેલ્લા ઘણા વર્ષોથી રૂંધાઇ ગયો છે એટલે ઝાલોદમાં હવે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે જેના કારણે એવું લાગી રહ્યું છે કે મહેશભાઈ ભુરીયા વિજય તરફ નિશ્ચિત પ્રયાણ કરશે. બીજું એવું કે તેઓ અને ભાજપ પ્રત્યે ગામડે ગામડે લોકો વળી રહ્યા છે. એ જોતાં લાગી રહ્યું આ વખતે મહેશભાઈ ભુરીયા જંગી બહુમતી થી જીત મેળવશે જ.
130 – ઝાલોદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર મહેશભાઈ ભુરીયાને લોકો તરફથી મળી રહ્યો અદ્દભુત પ્રતિસાદ
RELATED ARTICLES