અખાદ્ય મીઠાઇ વેચનારા દાહોદની યાદગાર હોટલના માલિકને એક મહિનાની કેદ, રૂ. ૭૫ હજારનો દંડ

0
909

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • દાહોદ જીલ્લામાં અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી.
  • અખાદ્ય મીઠાઇ વેચનારા દાહોદની યાદગાર હોટલના માલિકને એક મહિનાની કેદ, રૂ. ૭૫ હજારનો દંડ

દાહોદ જીલ્લામાં અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાઇ રહી છે. દાહોદની યાદગાર હોટલમાંથી મીઠાઇનો નમુનો અસલામત સાબિત થતા યાદગાર હોટલના માલિક ઇકબાલ શેખને એક મહિનાની કેદ અને રૂ. ૭૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદનાં ફૂડ સેફટી ઓફિસર દ્વારા દાહોદની યાદગાર હોટલમાંથી વિક્રેતા અબ્દુલ કુંદાણા પાસેથી લાલ ગુલાબની મીઠાઇનો નમુનો લઇ ભુજ ખાતેની લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલાયો હતો. જે નમુનો અનસેફ ફુડ જાહેર થયું હતું. ત્યાર બાદ ફુડ સેફટી ઓફિસર દ્વારા દાહોદ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેનો ચુકાદો ગત તા.૦૫/૦૫/૨૦૨૨ ના રોજ દાહોદનાં એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી ત્રિવેદી દ્વારા અપાયો હતો અને યાદગાર હોટલના માલિક ઇકબાલ શેખને એક મહિનાની કેદ અને રૂ. ૭૫ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ દોઢ મહિનાની કેદનો હુકમ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here