આજ રોજ તા.૦૫/૦૮/૨૦૨૦ ને બુધવારના ઐતિહાસિક દિન અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદીરનું ભૂમિ પુજન દેશના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે દાહોદની જનતા પણ આ ઐતિહાસિક પળોનો ભાગીદાર રહ્યું છે. દાહોદની ભગવાન શ્રી રામ ભક્ત જનતા દ્વારા વિવિધ વિસ્તારમાં રંગોલી, અતિષબાજી, તથા દીવડાઓ પ્રગટાવીને તથા ઢોલ નગારા વગાડી ને ઉજવણી કરી હતી અને શહેરના પુરાબીયાવાડ, હનુમાન બજાર, પડાવ, સ્ટેશન રોડ, ગોધરા રોડ અને નગર પાલિકા ચોક પર ભવ્ય આતીશબાજી પણ કરવામાં આવી હતી. રામ ભક્તો દ્વારા જય શ્રી રામ ના નારા લગાવતા બાઇક ઉપર રેલી પણ કાઢવામાં આવી હતી. અને રાત્રીના હનુમાન બજારમાં આવેલ હનુમાનજીના મંદિરે સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અયોધ્યામાં રામજન્મ ભૂમિ પૂજન નિમિત્તે દાહોદ શહેર અને જિલ્લામાં રામભક્તો દ્વારા કરવામાં આવી ભવ્ય ઉજવણી
RELATED ARTICLES