દાહોદના છાપરી ગામે આજે સવારે 10.30 કલાકે આગામી કાર્યક્રમોને લઈ એક અગત્યની મિટિંગ દાહોદ જિલ્લા કાર્યાલય “કમલમ ” ખાતે યોજાઇ હતી
દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે જિલ્લાની વિસ્તૃત બેઠક યોજાઇ હતી જેમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સાંસદ દ્વારા પ્રવાસ કરી જન સંપર્ક કાર્યક્રમો કર્યા છે તે ખૂબ સફળ થયા છે તેમજ અન્ય ધારાસભ્યો દ્વારા યોજાયેલ કાર્યક્રમ સફળ થયા છે જેની નોંધ ગુજરાત પ્રદેશ દ્વારા લેવામાં આવી છે અને અભિનંદન પાઠવ્યા છે.
એક વિશાળ જન સંમેલન આવનાર સમયમાં યોજાશે, સંયુક્ત મોરચા સંમેલન, લાભાર્થી સંમેલન, યોગ દિવસ અને અલ્પકાલીન વિસ્તરાક યોજના નો કાર્યક્રમ 23 જૂને યોજાશે
જ્યારે સાંસદ જસવંતસિંહ ભાભોર એ મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થયા તે અંતર્ગત થવાના કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માહિતી આપી હતી તદુપરાંત જિલ્લા પ્રભારી સતીશભાઈ પટેલ ઉપસ્થિત રહી અને કાર્યકર્તાઓ ને માર્ગદર્શન આપ્યું હતું.
દાહોદ જિલ્લાની ભાજપની આ બેઠકમાં જિલ્લા પ્રદેશના હોદ્દેદારો , જિલ્લા સંકલન સમિતિ , ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા મોરચાના પ્રમુખ,મહામંત્રી, મંડલનાં પ્રભારીઓ, પ્રમુખો, મહામંત્રીઓ,સોશિયલ મીડિયા ,આઇ ટી સેલ, મીડિયા સેલ ના સંયોજક સહ સંયોજકો તથા દરેક વિધાનસભામા આવેલ અલ્પકાલીન વિસ્તરકો દ્વારા લોકસભા પ્રવાસ યોજનાના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા .