Monday, February 17, 2025
Google search engine
HomeDahod - દાહોદઆવતી કાલ ૫ મી ડીસેમ્બરે બીજા ફેઝનાં મતદાનને ધ્યાનમાં રાખીને દાહોદમાં તૈયારીઓને...

આવતી કાલ ૫ મી ડીસેમ્બરે બીજા ફેઝનાં મતદાનને ધ્યાનમાં રાખીને દાહોદમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ

દાહોદ જિલ્લામાં આવતી કાલે 5 ડિસેમ્બરના લી રોજ બીજા ફેઝમાં મતદાનને ધ્યાનમાં રાખી દાહોદમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો. દાહોદ રિસિવિંગ અને ડીસપેચિંગ સેન્ટર ઉપર મતદાનને લગતી સામગ્રી મોકલવાનું કામ શરૂ થયું તેના લીધે દાહોદ કોલેજ ગ્રાઉન્ડ ફેરવાયું પોલીસ છાવણીમાં.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી ગુજરાત વિધાનસભાની ચુંટણી – ૨૦૨૨ નું બીજા ફેઝમાં દાહોદ જિલ્લામાં અલગ અલગ બુથ ઉપર ચુંટણીને લાગતી તમામ સાધન સામગ્રી મોકલવા માટે આજે તા.૦૪/૧૨/૨૦૨૨ ને રવિવારના રોજ ડિસપેચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં EVM, VVPAT મશીનો,  મત કુટીર, મેડિકલ કીટ અને જેતે સેન્ટર ઉપર જરૂરી પોલીસ કર્મીઓની સાથે કુલ 35 જુદા જુદા રૂટ ઉપર પ્રીસાઈડિંગ ઓફિસરો સાથે મોકલી આપવામાં આવી હતી.

 આ ડીસપેચિંગની કામગીરી દાહોદ રિટરનિંગ ઓફીસર એન.બી. રાજપૂત ની ઉપસ્થિતિમાં ચાંપતા પોલીસે બંદોબસ્ત સાથે અને BSF ની ડીપ્લોઇડ કંપનીઓના કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments