ઊત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ લોકોની પતંગ દોરા તથા વાજા પિપૂડા લેવા બજારમાં ભીડથી ટ્રાફિક સમસ્યા : હેમંત ઉત્સવ બજાર અંધારામાં

0
522

 

Picture 001

logo-newstok-272
Keyur Parmar Dahod
                            સૌ કોઈ જાણે છે કે ૧૪મી જાન્યુઆરી ના રોજ ઉત્તરાયણ પર્વ હોય છે અને તેના માહોલ ની મઝા તો તેના આગલા દિવસે રાત્રે જ આવે. દાહોદ શહેરમાં ઉત્તરાયણ ની આગલી રાત્રે નગર પાલિકાના પટાંગણમાં લોકો પતંગ, દોરી, ગેસવાળા ફુગ્ગા, ચશ્મા તથા અલગ અલગ અવાજવાળા પિપૂડા લેવા લોકોની ભીડ જામી હતી. એવામાં કપૂર સ્ટુડિયોના પાછળના રસ્તે દાહોદ નગરપાલિકા દ્વારા હેમંત ઉત્સવ બજાર  બનાવાયેલ છે. પરંતુ તેનો ઉપયોગ લોકો માટે રાત્રે અંધારનો લાભ લઈ મોજશોખ કરવા માટે બનાવાયો હોય એવું લાગે છે. કારણકે જ્યારે આ બજાર બનાવવામાં આવ્યું ત્યારે કહેવામા આવ્યું હતું કે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને લોકો દરેક ઉત્સવ માટે આ બજારમાંથી જ બધી વસ્તુઓ ખરીદી શકશે. પરંતુ તે ફકત દશામાં, ગણેશ ચતુર્થી જેવા ગણ્યા ગાંઠયા ઉત્સવ માટે જ આપવામાં આવે છે અને બાકીનો સમય ત્યાં રહેતા રહીશોની ૪ પૈડાવાળી ગાડીઓ તથા Omelet Center ઇંડાની લારીના પાર્કિંગ માટે હોય તેવું સ્પષ્ટ જોવાય છે.શું પાલિકા પ્રમુખ આ બાબતે કોઈ પગલા ભરી અને પાર્કિંગ બંધ કરાવશે ખરા.લાખો ના ખર્ચે બનેલા આ માર્કેટ ને ચાર વાહનો અને એક લારી પાર્ક કરવા અને જમણ બનાવવા માટે બનાવ્યું છે. લોકો ના પાસા નો આવો તે કેવો વ્યય ? અને નથી  તો પછી ઉત્તરાયણ પર પણ કેમ ત્યાં દુકાનો લગાવી ટ્રાફિક્નો નિકાલ કરવામાં ના આવ્યો અને ઉત્તરાયણ ની આગલી રાત્રે બજારમાં નગર પાલિકા ચોકથી યાદગાર હોટેલ થી લઈને છેક સ્ટેશન રોડ સ્થિત કુંભારોના ઘર સુધી ઉત્તરાયણ માટે પતંગની લારીઓ, દુકાનો, પતંગ ચગાવવાની દોર ચઢાવવાવાળા લોકો ની દુકાનો પર તથા ચશ્મા અને ગેસ ભરેલા ફુગ્ગા લેવા લોકોની ભીડ ના લીધે ટ્રાફિકે એક વિકટ પરિસ્થિતી ઊભી કરી છે તો તેના નિકાલ માટે આ નગર પાલિકા શું કોઈ પગલાં લઈ ટ્રાફિક ની સમસ્યા દૂર કરશે ખરી? જો કરવાની જ હોય તો તેના માટે કયાકયા પગલાં લેશે અને ક્યારે ? જો આમ જ તહેવારોમાં ભીડ રોડ પર રહેશે તો આ બાઝાર ક્યાં કામે લાગશે ? શું પાલિકા ની આ નવી ટીમ આ બાબતે ધ્યાન આપશે ખરી અને આ બનાવેલ સીઝનલ માર્કેટ નો સદ ઉપ યોગ થશે કે કેમ એ હવે જોવાનું રહ્યું.અને આ બાબતે જલ્દી પગલા પાલિકા ટીમ ધ્વારા ભરવામાં આવે એવી લોક માંગ ઝોર સોર થી ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here