ઔધોગિક તાલીમ સંસ્થા ( I. T. I. ), દાહોદ ખાતે ટૂકાંગાળાના કોર્ષ કરીને સ્વનિર્ભર બનવાની સોનેરી તક

0
508

આગામી તા. ૫ ઓક્ટોબરથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
દાહોદના યુવાનો ટૂંકા ગાળાના કોર્ષ કરીને પોતાની લાયકાત અને આવડતમાં વધારો કરી શકે તે માટે ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદ આગામી તા. ૫ ઓક્ટોબરથી ઇચ્છુક યુવાનો માટે પ્રવેશ પ્રક્રિયા વહેલા તે પહેલાના ધોરણે હાથ ધરાશે. આ માટે ઉમેદવારોએ રૂબરૂ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે સવારના ૧૧ થી ૪ વાગ્યા દરમિયાન ઝાલોદ રોડ પર સ્થિત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. ટૂકા ગાળાના આ કોર્ષ વિશે વિગતવાર માહિતી Empower પોર્ટલની વેબસાઇટ http: //empower.gujarat.gov.in પરથી મેળવી શકાશે.
આ કોર્ષ કરવા માટે ધોરણ ૮ પાસ કે તેથી વધુ અભ્યાસની લાયકાત જરૂરી છે. ટૂંકા ગાળાના કોર્ષમાં કોર્મશીયલ વ્હીકલ ડ્રાયવર, સીસીટીવી ઇન્સ્ટોલેશન ટેકનીશીયન, મોબાઇલ ફોન હાર્ડવેયર ટેકનીશયન, ફીલ્ડ ટેકનીશીયન – કોમ્પ્યુટીંગ એન્ડ પેરીફરલ્સ, ફીલ્ડ ટેકનીશીયન – અધર હોમ એમ્લાયન્સીસ – વોશિંગ મશીન, વોટર પ્યુરીફાયર, માઇક્રોવેવ ઓવન વગેરે કોર્ષનો સમાવેશ થાય છે. એનએસક્યુએસ કક્ષાના આ કોર્ષ કરવા યુવાનો આગળ આવે તેમ ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here