Monday, February 17, 2025
Google search engine
HomeDahod - દાહોદકલેકટર કચેરી દાહોદ ખાતે કરૂણા અભિયાન-૨૦૨૪ અંતર્ગત બેઠક યોજાઇ

કલેકટર કચેરી દાહોદ ખાતે કરૂણા અભિયાન-૨૦૨૪ અંતર્ગત બેઠક યોજાઇ

દાહોદ જિલ્લા કલેકટર કચેરી સરદાર પટેલ સભાખંડ ખાતે દાહોદ જિલ્લા કલેકટર ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને કરૂણા અભિયાન-૨૦૨૪ અંતર્ગત બેઠક યોજાઇ હતી.

આગામી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં તા.૧૦મી જાન્યુઆરી થી તા.ર૦મી જાન્યુઆરી-ર૦ર૪ દરમ્યાન કરૂણા અભિયાનનુ આયોજન કરવામાં આવ્યું છે. કરૂણા અભિયાન ૨૦૨૪ માટે વન વિભાગ દ્વારા પશુ ચિકિત્સા અધિકારી,પશુપાલન વિભાગના સહિયોગથી જિલ્લાકક્ષાએ એક અને રેંજ કક્ષાએ ૧૦ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. તેમજ અંદાજે ૧૦ પશુ ચિકિત્સા અધિકારીઓ સેવા આપશે. જીવો, જીવવાદો અને જીવાડો ની જીવદયા ભાવના સાથે વન વિભાગે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે ૯૦૯૧૯૨૬૦૬૦ વોટ્સએપ નંબર કાર્યરત કર્યા છે.ઓનલાઈન હેલ્પ લાઇન નંબર ૧૯૬૨ ઉપર ફોન કરી જાણકરી સારવાર માટે નીશુલ્ક એમબુલેન્સ સેવા મેળવી શકાશે..આ વર્ષે ઉત્તરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા વન વિભાગે સૌને અપિલ કરી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાઠોડ, નાયબ વન સંરક્ષક અમીત નાયક,નાયબ પશુપાલન નિયામક ડો.કમલેશ ગોસાઈ તેમજ વિવિધ સેવાભાવી એન.જી.ઓના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments