કોરોના વાયરસ સામેની લડતમાં જિલ્લા વહિવટી તંત્ર સંપૂર્ણ સજ્જ : જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

0
121

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૫૫ ટેસ્ટ લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૪૦ ના પરીણામ નેગેટીવ, ૩ પોઝેટીવ

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ કોરોના વિષાણુંના સંક્રમણ સામે જિલ્લામાં કરવામાં આવી રહેલી કામગીરી બાબતે માહિતી આપતા જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૫૫ ટેસ્ટ લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૪૦ ના પરીણામ નેગેટીવ, ૩ નમૂના પોઝીટીવ અને ૧૨ નમૂનાના પરીણામ આવવાનાં બાકી છે. તેમણે જણાવ્યું કે, અત્યારે જિલ્લામાં કવોરન્ટાઇન કરવામાં આવેલા કેસોની સંખ્યા ૨૧૯ છે. જિલ્લામાં સામાન્ય રીતે અઠવાડીયામાં ૫ થી ૬ હજાર ઓપીડીની સંખ્યા હોય છે. જેમાંથી અંદાજે ૧૦૦ની આસપાસ શરદી ખાંસી જેવા કેસો હોય છે. તેમાં જરૂર જણાય તેમના ટેસ્ટ કરવામાં આવે છે. જિલ્લાના દવાખાનાઓમાં દવાઓનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં ૭ સ્થળોએ શેલ્ટર હોમ ઊભાં કરવામાં આવ્યા છે. જયાં ૬૨૩ લોકોને લોકડાઉન દરમિયાન રાખવામાં આવી રહ્યા છે. તેમને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબની તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. નિયમિત રીતે તેમની આરોગ્ય તપાસ કરવામાં આવે છે અને તેમના જમવા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે.

તેમણે જિલ્લામાં કોરોના વિષાણું સંક્રમણ સામે કરવામાં આવેલી વ્યવસ્થાની માહિતી આપતા જણાવ્યું કે, અત્યારે જિલ્લામાં ૯૪૦ બેડ માટેની ક્વોરન્ટાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ અત્યાંધુનિક સાધનો સાથે સ્પેશ્યલ કોવીડ – ૧૯ હોસ્પીટલની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ઝાયડસ હોસ્પીટલ ખાતે ૨૦ વેન્ટીલેટર સાથે ૧૦૦ બેડ ની હોસ્પીટલની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ હોસ્પીટલમાં ભવિષ્યમાં જરૂર જણાય તો હજુ બીજા ૨૫૦ બેડ સુધીની વ્યવસ્થા કરી શકવાની ક્ષમતા છે. તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં બહારના રાજયોમાંથી કોરોના સંક્રમણની શક્યતા હોય રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદો સીલ કરવામાં આવી છે અને ફક્ત આવશ્યક સેવાઓ અને મેડીકલ સાથે જોડાયેલી સુવિધાઓને જ અવરજવર માટે પરવાનગી આપવામાં આવી છે. જિલ્લાની ૧૭ ચેકપોસ્ટ પર આરોગ્ય અને પોલીસ કર્મચારીઓ સહિતનો સ્ટાફ સતત ૨૪ કલાક કાર્યરત છે. જિલ્લામાં બહાર પાડવામાં આવેલા જાહેરનામાઓનો પણ ચુસ્ત અમલ કરાવામાં આવી રહ્યો છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પર પ્રતિબંઘનું કડક પાલન કરાવામાં આવે છે.
જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોથી એપ્રીલ માસ માટેનું રાશનનું બીપીએલ, અંત્યોદય પરીવારોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ માટેની તમામ વ્યવસ્થાઓનું સુચારૂ સંચાલન કરવામાં આવ્યું હતું. અત્યારે એપીએલ-૧ રાશનકાર્ડ ધરાવતા ફક્ત જરૂરીયાતમંદ પરીવારોને રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં, તા. ૨૦ એપ્રીલ બાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી બજાર અને ખેતીવાડી સાથે સંકળાયેલા ઉધોગો માટે છૂટછાટ બાબતે તાકીદે નિર્ણય લઇ જાહેર કરવામાં આવશે. જિલ્લામાં પાયાની સગવડો સાથે જોડાયેલા ઉધોગો, શ્રમજીવીઓ અને ખેડૂતોને રાહત મળે તે રીતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here