કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

0
548

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

કાર્યક્રમ સંદર્ભે જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

સમગ્ર દેશ સાથે દાહોદમાં પણ વધી રહેલા કોરોના વાયરસના કેસોને પગલે દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા અપાઇ રહેલી આરોગ્ય સુવિધાની જાતમાહિતી મેળવવાના ઉપક્રમ અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ તા.૨૦/૦૪/૨૦૨૧ ને મંગળવારે દાહોદની મુલાકાતે આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા અપાયેલી સૂચનાઓને પગલે દાહોદ જિલ્લામાં કોરોનાથી સંક્રમિત વ્યક્તિની સારવાર માટે વધારવામાં આવેલા બેડ ઉપરાંત આ વાયરસના રોકથામ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઇ રહેલી કામગીરીની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કલેક્ટર કચેરી ખાતે સવારના ૧૧ વાગ્યે રાજ્ય તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજશે અને જરૂરી માર્ગદર્શન આપશે. બાદમાં ૧૨ વાગ્યે મીડિયા સાથે પણ સંવાદ સાધશે.

મુખ્યમંત્રીની મુલાકાત બાબતે સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટર વિજય ખરાડી, પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ જિલ્લા, આરોગ્ય અધિકારી ચંદ્રકાંત પટેલ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here