પરમાત્માએ જે કાંઈ નિર્માણ કર્યું છે તેની પાછળ એક અદભુત સંકેત રહેલો છે, સર્જન બાદ વિસર્જન થાય છે ભાદરવા સુધી ચોથના દિવસે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી. અને ત્યારબાદ વિઘ્નહર્તાને વિદાય આપવાનો સમય એટલે કે આનંદચૌદશ આ દિવસે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. ફતેપુરા નગરમાં વિવિધ જગ્યાએ દસ દિવસ સુધી મહેમાનગતિ માણીને આજે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વાજતે ગાજતે ગણપતિ બાપાની વિસર્જન યાત્રામા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા
ફતેપુરા નગરમાં ગણેશોત્સવના દસમા દિવસે ભક્તોએ પીપલારા મુકામે આવેલ વલય નદીમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. ફતેપુરા અંબાજી મંદિર તેમજ કામેશ્વર મહાદેવ મંદિર થી વિસર્જન યાત્રા શરૂ થઈ હતી. યાત્રામાં ભક્તોનો ઘસારો અવિરત જારી રહેતા ભક્તોનો ઘોડાપૂર ઉંટી પડ્યું હતું. ફતેપુરા નગરના મેન બજાર, હોળી ચકલા વિસ્તાર, ઘુઘસ ચોકડી વિસ્તાર તેમજ પાછલા પ્લોટમાં થઈને બાપ્પા ની વિસર્જન યાત્રા પોલીસ સ્ટેશન રોડ વિસ્તારમાં થઈને વલય નદી મુકામે પહોંચી ગઈ હતી ત્યાં ભક્તોએ ધામ ધુમ પૂર્વક બાપ્પાની વિદાય આરતી કરીને બાપ્પા નું વિસર્જન કર્યું હતું. વિસર્જન યાત્રામાં ગણપતિ બાપા મોરિયા ના નાદ સાથે વિદાય આપી હતી. વિસર્જન યાત્રામાં રાષ્ટ્રગીત ગવાતા લોકો ઉત્સાહથી રાષ્ટ્રગીત ગાતાં જોવા મળ્યા હતા. સમગ્ર યાત્રા દરમિયાન પી.એસ.આઇ. જે.બી. તડવીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને નાના છોકરા ઓને ગામ બહારથી જ ઘરે મોકલી દીધા હતા અને નદી ઉપર લઈ જવા પર પ્રતિબંધ કર્યો હતો.