ગરબાડા તાલુકાના પાટીયાઝોલ નદીના પુલ ઉપરથી શાકભાજી ભરેલી ટ્રક નદીમાં ખાબકી

0
208

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

મધ્યપ્રદેશના બડવાની પાસેથી શાકભાજી ભરીને દાહોદ તરફ જતી ટ્રક રાત્રિના સમયે ગરબાડા તાલુકાના પાટીયાઝોલ નદીના પુલ ઉપરથી નદીમાં ખાબકી હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી.

પ્રાપ્ત વિગત અનુસાર મધ્યપ્રદેશ રાજ્યના બડવાની પાસેથી ટ્રક શાકભાજી ભરીને દાહોદ તરફ જતી હતી તે દરમ્યાન રાત્રિના આશરે સાડા બાર વાગ્યાના સુમારે ગરબાડા તાલુકાના પાટીયાઝોલ નદીના પુલ ઉપરથી આ ટ્રક નદીમાં ખાબકી હતી. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ ટ્રકને ભારે નુકશાન થયેલ છે. જે તસવીરમાં નજરે પડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર પાટીયાઝોલ નદીના પુલના વળાંકમા ભૂતકાળમા અનેક વખત વાહન નદીમા ખાબકવાના તથા અકસ્માત થવાના બનાવો બની ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here