ગાંધી જયંતી ના દિવસે રેલી યોજી દાહોદ જીલ્લા ભા.જ.પ. દ્વારા ખાદી ના વસ્ત્રો ની ખરીદી

0
655

NewsTok24 – Keyur Parmar – Dahod

દાહોદ જીલ્લા ભા.જ.પ. દ્વારા આજે ગાંધી જયંતી નિમિત્તે દાહોદ પાલિકા ખાતે થી ભા.જ.પ. ના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજી અને નેતાજી બજાર ખાતે આવેલ ખાદી ની એક દુકાન માંથી ખાદીના વસ્ત્રો અને કપડાની ખરીદી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ ના મંત્રી બચુભાઈ ખાબડ, દાહોદ જીલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, માજી ધારાસભ્ય મહેશ ભૂરિયા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પદાધિકારી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, મધ્ય ગુજરાત ઝોન ના પ્રભારી અને ઓવરસીસ ના કન્વીનર અમિત ઠાકર, દાહોદ જીલ્લા પ્રમુખ સુધીર લાલપુરવાલા, દાહોદ નગર સેવા સદન પ્રમુખ રાજેશ સહેતાઈ, એ. પી. એમ.સી.ના ચેરમેન કનૈયા કિશોરી, કાઉન્સીલરો તથા ભા.જ.પ.ના અન્ય પદાધિકારી તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here