ગુજરાત રાજ્યમાં ચૂંટણી પંચે ગુજરાતમાં ચૂંટણીની તારીખો કરી જાહેર, ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન. તા.૦૧ પ્રથમ તબક્કાનું અને તા.૦૫ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ દ્વિતીય તબક્કામાં મતદાન થશે. ગુજરાત ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરે આવશે. આ પહેલા ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં મતદાનનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. હિમાચલ પ્રદેશની ૬૮ વિધાનસભા બેઠકો માટે ૧૨ નવેમ્બરે ચૂંટણી યોજાશે. બંને રાજ્યોના પરિણામો એક જ દિવસે ૮ ડિસેમ્બરે જાહેર થશે.
ચૂંટણી પંચે કહ્યું કે આ વખતે ગુજરાતમાં ૪.૯ કરોડ મતદારો મતદાન કરશે. ચૂંટણી પંચે કહ્યું કે આ વખતે ચૂંટણીમાં ૩.૨ લાખ લોકો પહેલીવાર મતદાન કરશે. આ વખતે રાજ્યમાં ૫૧,૭૮૨ મતદાન મથકો બનાવવામાં આવશે. તેમાંથી ૧૮૨ મતદાન મથકો દિવ્યાંગો માટે બનાવવામાં આવશે. ખાસ કરીને મહિલાઓ માટે ૧૨૭૪ મતદાન મથકો બનાવવામાં આવશે. ગુજરાતની ચૂંટણીમાં ૧૪૧૭ ટ્રાન્સજેન્ડર મતદારો તેમના મતનો ઉપયોગ કરશે.