તા.02/02/2024 ના રોજ સવારે 9 30 દાહોદ રામાનંદ પાર્કના મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ દ્વારા તેઓના ગુરુ મંગલ પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 માધવાચાર્ય મહારાજજીના સાનિધ્યમાં જગતગુરૂ રામાનુજાચાર્ય જન્મોત્સવની ઉજવણી ઉજવવામાં આવી હતી. આ જન્મોત્સવના ભાગરૂપે રામાનંદ પાર્ક ખાતેથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં વિવિધ ગાદીના સંત – મહંત તથા દાહોદ શહેરની ધર્મ પ્રેમી જનતા મહિલાઓ, પુરુષો,બાળકો ખૂબ જ ઉત્સાહભેર જોડાયા હતા. મહિલાઓ ડી.જે.ના તાલ પર ગરબે ઘૂમી અને રામાનુજાચાર્ય જન્મોત્સવ નો લાહવો લીધો હતો.
આ શોભાયાત્રા રામાનંદ પાર્ક ખાતેથી નીકળી બહાર પડાવ, સરદાર ચોક, નેતાજી બજાર, ગાંધી ચોક, દોલત ગંજ બજાર, ગૌશાળા રોડ, એ.પી.એમ.સી. થઈ પરત રામાનંદ પાર્ક ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંતો મહંતોનું સ્વાગત અને સંતવાણીનો દાહોદની ધર્મ પ્રેમી જનતાએ લાભ લીધો હતો અને પંચામૃત ભોજન પ્રસાદીનો આનંદ માણ્યો હતો