સ્થાનિક જનપ્રતિનિધિઓ અને મુસાફરોની માંગને ધ્યાને રાખીને અને મુસાફરોને સુવિધા આપવા માટે ટ્રેન નં. 19053 / 19054 સુરત – મુઝફ્ફરપુર એક્સપ્રેસ અને કામખ્યા એક્સપ્રેસની ટ્રેન નં. 15667 / 15668 પ્રાયોગિક સ્ટે (રોકાણ) આપવાનો નિર્ણય લેવાયો છે.
ટ્રેન નંબર 19053 સુરત – મુઝફ્ફરપુર એક્સપ્રેસ દર શુક્રવારે સુરત થી 4 નવેમ્બર 2022 ના રોજ ઉપડશે, અને દાહોદ સ્ટેશન પર 12.20 કલાકે દાહોદ સ્ટેશન પર આવશે
અને 12.22 કલાકે ઉપડશે, તેવી જ રીતે વળતી ટ્રેન નંબર 19054 મુઝફ્ફરપુર – સુરત એક્સપ્રેસ, મુઝફ્ફરપુર થી તા. 06 નવેમ્બર 2022 થી ચાલશે, અને દાહોદ સ્ટેશને મંગળવારે 11.52 કલાકે આવશે અને 11.54 કલાકે ઉપડશે.
ટ્રેન નંબર 15667 ગાંધીધામ – કામાખ્યા એક્સપ્રેસ 05મી નવેમ્બર, 2022ના રોજ ગાંધીધામથી ઉપડી દાહોદ સ્ટેશન પર દર રવિવારે બપોરે 01.26 કલાકે આવશે. અને
02 નવેમ્બર, 2022 ના રોજ કામાખ્યાથી ટ્રેન નં. 15668 કામાખ્યા – ગાંધીધામ એક્સપ્રેસ દ્વારા 01.28 કલાકે પહોંચશે અને પ્રસ્થાન કરશે. પ્રતી શુક્રવારે દાહોદ સ્ટેશને 09.17 કલાકે આવશે અને 09.19 કલાકે રવાના થશે.
હાલમાં ઉપરોક્ત બંને ટ્રેનોને દાહોદ સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે થોભાવવામાં આવી છે અને છ મહિના બાદ ટિકિટના વેચાણ અને આવકની વસૂલાત કરવામાં આવી છે. કિંમત મૂલ્યાંકન બાદ નિર્ણય લેવામાં આવશે.
જનસંપર્ક અધિકારી – રતલામ મંડળના ખેમરાજ મીના દ્વારા દાહોદની જનતા માટે ખુશખબર : દાહોદને બે એક્સપ્રેસ ટ્રેનના પ્રાયોગિક સ્ટોપેજ આપવામાં આવ્યા
RELATED ARTICLES