મોનિટરિંગ SMS, સોશ્યિલ મીડિયા જિલ્લાના નોડલ અધિકારી તરીકે Dy.SP એસ.ડી. રાઠોડની નિમણુંક કરાઇ.
દાહોદ જિલ્લામાં ચૂંટણી આચાર સંહિતાનો ભંગ થાય તેવા સંદેશા SMS અને સોશ્યિલ મીડિયાના માધ્યમથી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. મોનિટરિંગ SMS, સોશ્યિલ મીડિયા જિલ્લાના નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક એસ.ડી. રાઠોડની નિમણુંક કરાઇ છે.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે દાહોદ જિલ્લામાં કોઇ પણ વ્યક્તિને ચૂંટણી આચાર સંહિતાનો ભંગ થાય તેવા સંદેશા SMS અને સોશ્યિલ મીડિયાના માધ્યમથી મળે તો ભારતીય દંડ સંહિતા તથા લોકપ્રતિનિધિ ધારો ૧૯૫૧ તથા ચૂંટણી આચાર સંહિતા ૧૯૬૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક ચૂંટણી પંચ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક, દાહોદ એસ.ડી. રાઠોડની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરાઇ છે. તેઓની મોનિટરિંગ SMS, સોશ્યિલ મીડિયા જિલ્લાના નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી હોય જિલ્લામાં કોઇ પણ વ્યક્તિને આવા સંદેશા મળે અને તેઓ આ અંગે ફરીયાદ કે રજૂઆત કરવા માંગતા હોય તેમણે આવા સંદેશાની વિગત અને સંદેશા મોકલનારની વિગત અત્રેની કચેરી દ્વારા નિયત કરવામાં આવેલા મોબાઇલ નં. ૯૯૭૮૪૦૮૨૦૦, દાહોદ કંટ્રોલ નંબર ૦૨૬૭૩-૨૨૨૪૦૦ ઉપર મોકલીને જાણ કરવા નોડલ અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.