Saturday, November 9, 2024
Google search engine
HomeDahod - દાહોદજિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં ૦૬ વિધાનસભા બેઠકના ૧૬૭૨...

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં ૦૬ વિધાનસભા બેઠકના ૧૬૭૨ મતદાન મથકો માટે EVM અને VVPATની ફાળવણી કરવામાં આવી

પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૨૫ % લેખે BU – બેલેટ યુનિટ, ૧૨૫ % લેખે CU – કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ % VVPAT તકેદારીનાં ભાગરૂપે ફાળવણી.

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ને સંદર્ભે દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી ૭ મે ના રોજ મતદાન થવાનું હોવાથી કોઇ પણ બૂથ પર વોટીંગ સંબધિત સમસ્યા ન સર્જાય અને દાહોદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રએ આગોતરૂં આયોજન કર્યું છે. ત્યારે દાહોદ જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે શનિવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં EVM અને VVPAT નું પ્રથમ કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ દાહોદ જિલ્લામાં ૦૬ વિધાનસભા દીઠ EVM અને VVPAT ની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઈઝ કરાયેલાં EVM અને VVPAT જિલ્લાની ૦૬ વિધાન સભાઓના મદદનીશ ચૂંટણી અધિકારીઓ (A.R.O.) ને સુપ્રત કરવામાં આવ્યા હતા. તેમજ આ ઈવીએમ જે-તે વિધાનસભાના મદદનીશ ચુંટણી અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવ્યા.

નોંધનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઈઝડ રેન્ડેમાઈઝેશન દ્વારા દાહોદ લોકસભા બેઠક હેઠળની જિલ્લાની ૬ વિધાનસભા બેઠકોમાં ૧૬૭૨ મતદાન મથકો ખાતે મૂકવા માટેના EVM અને VVPAT ની ફાળવણી કરવામાં આવી હતી. તેમજ આ તમામ વિધાનસભા બેઠકોમાં ફાળવવામાં આવેલા મતદાન યંત્રો-વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સી.સી.ટીવી કેમેરા સાથે સ્ટ્રોન્ગ રૂમો ઉભા કરવામાં આવ્યા છે.

ઈવીએમમાં બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૨૫ ટકા લેખે BU- બેલેટ યુનિટ, ૧૨૫ ટકા લેખે CU- કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા વીવીપેટ તકેદારીનાં ભાગરૂપે ફાળવણી કરવામાં આવી હતી. આમ, દાહોદ જિલ્લામાં ૨૦૮૮ BU – બેલેટ યુનિટ અને ૨૦૮૮ CU – કન્ટ્રોલ યુનિટ તેમજ ૨૨૫૫ વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા સહિત તમામ મદદનીશ ચુંટણી અધિકારીઓ, મામલતદારો સહિત ચુંટણી પ્રકિયા સાથે જોડાયેલ અધિકારીઓ – કર્મચારીઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments