દરજી સમાજ દાહોદ દ્વારા સમાજ ના ધોરણ ૯ થી ૧૨ ના બાળકો માટે અભ્યાસ લક્ષી સેમિનાર યોજાયો

0
958

keyur parmar

logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં દરજી સમાજ દ્વારા સમાજના ધોરણ ૯ થી ૧૨ ના બાળકો માટે તેમના ભણતરને ધ્યાન માં રાખીને એક સેમિનાર નું આયોજન સમાજના અગ્રણી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે નિવૃત્ત આચાર્ય નલિંન ભટ્ટ સાહેબ (એમ. વાય. હાઈસ્કૂલ) હાજર રહ્યા હતા તથા તેમની સાથે સમાજના આશીષ દરજી સર, ઉમંગ દરજી સર પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા હાજર રહ્યા હતા. નલિન ભટ્ટ સાહેબે બાળકોને સંબોધતા કહ્યું હતું તે શિક્ષણ એ આજના સમયની જરૂરિયાત છે.
IMG-20160124-WA0027
IMG-20160124-WA0028
તમે એક વિશિષ્ઠ વ્યક્તિ છો. પોતાને કદી બીજા કરતાં ઓછા આકવાની જરૂર નથી, માતપિતા એ પણ પોતાની ઇચ્છા બાળકો પર થોપવી નહીં અને બાળકોએ આત્મસમ્માન, આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ વિગેરે કેળવવા જોઇયે. અને આશિષ સર અને ઉમંગ સરએ પણ સમાજના બાળકોને જ્યારે પણ તેમની પાસે થી માર્ગદર્શનની જરૂર હશે ત્યારે તેઓ આપવા તૈયાર છે. તથા બંને સર ભેગા થઈ ને વેકેશન માં ઇંગ્લિશ સ્પોકન ક્લાસ નો લાભ લેવા બાળકોને કહ્યું હતું. સમાજના અગ્રણી એવા યોગેશભાઈ પરમાર, અલ્પેશભાઇ પરમાર, બ્રિજેશભાઈ દરજી, ચિરાગભાઈ ચૌહાણ, મહેશભાઇ દરજી, કમલેશભાઈ પરમાર, સંકેતભાઈ પરમાર, હિમાંશુ પરમાર,જગદીશભાઇ, પ્રજ્ઞેશભાઈ, કેતનભાઈ બકુલભાઇ વગેરે એ ભેગા મળીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થયા હતા. છેલ્લે જ્યારે દરેક બાળકને પરીક્ષા સંદર્ભે એક એક બોલપેન અને બોર્ડ ભેટ માં આપીયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here