THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે નગર પાલિકા આયોજિત સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નું આયોજન તા.૦૩/૦૫/૨૦૨૩ ને બુધવારના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી કરવામાં આવનાર છે. જેનું સમાપન તા.૦૪/૦૫/૨૦૨૩ ને ગુરુવારના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે થનાર છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન દાહોદના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા કરવામાં આવશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયાર, સુધીર લાલપુરવાલા પૂર્વ જિલ્લા પ્રમુખ બીજેપી, ભરતસિંહ સોલંકી દાહોદ જિલ્લા ભાજપ મંત્રી અને પ્રભારી તથા અતિથિ વિશેષ તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, ડી.ઓ. દાહોદ જિલ્લા રમત-ગમત અધિકારી જીગ્નેશ ડાભી, Dy. S.P. જગદીશ બાંગરવા ઉપસ્થિત રહેશે.
THIS NEWS IS POWERED BY –– AVSAR HERBAL ENTERPRISE
આ કાર્યક્રમને સફળ બનાવવા મીડિયા પાર્ટનર તરીકે NewsTok24 સામેલ છે. શિક્ષા ની સાથે સાથે બાળકોમાં રમત ગમતમાં પણ ઉત્સાહ વધે તે માટે આ એક ભવ્ય આયોજન થનાર છે. જેમાં દાહોદ નગરના દરેક વિદ્યાર્થીના માતાપિતાએ પોતાના બાળકને રમત ગમત પ્રત્યે પણ રુચિ રહે અને મોબાઈલની દુનિયાથી દુર રહે તે માટે આ દ્વી-દિવસીય આયોજનમાં હાજર રહી પોતાના બાળકનો ઉત્સાહ વધારે. આ સમગ્ર આયોજન નગર પાલિકાના સહયોગ થી દાહોદ નગર પાલિકાના રમત ગમતના ચેરમેન ફાતિમા કપૂર દ્વારા કરવામાં આવેલ છે. દાહોદની ક્રિકેટ પ્રેમી જનતાને NewsTok24 ના માધ્યમથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.