દાહોદના છાપરીમાં આવેલ ગુરુકુલ વિદ્યાલયમાં વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહીની ઉપસ્થિતિમાં નવરાત્રી મોહત્સવ ધામધૂમથી ઉજવાયો

0
224

KEYUR PARMAR – DAHOD

 

નવલા નોરતામાં ચાલતીમાં આદ્યશક્તિની આરાધનાના ભાગરૂપે આજ રોજ તા.૨૩/૦૯/૨૦૧૭ શનિવારના રોજ દાહોદનાા છાપરીમાં આવેેેલ ગુરુકુલ શાળામાં નવરાત્રીનો મોહત્સવ ઉજવાયો. આ કાર્યક્રમમાં વિશ્વહિન્દુ પરિષદના જિલ્લા મંત્રી નેહલ શાહ , ઉપાધ્યક્ષ ગૌરાંગ ભાટિયા, દુર્ગાવાહીનીના સંયોજીકા જ્યોતિકાબેન શ્રીમાળી, સહસંયોજીકા અમીષાબેન દેસાઈ તથા શાળાના ડાયરેક્ટર પૂજાબેન જૈન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું, ત્યાર બાદ હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે દીપ પ્રગટાવી માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય ગુંજન ભાટીયાએ પરિવાર સહીત માતાજીની આરતી કરી હતી. આ મહાઆરતીમાં વાલીગણ તથા સ્ટાફના અન્ય કર્મચારીયો પણ ઉપસ્થિત રહ્યા હતા. આરતી પછી તમામ બાળકો તથા મહેમાનો માતાજીના ગરબે ઝૂમ્યા હતા. ગરબામાં વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહીની તરફથી ગરબામાં પ્રથમ આવનાર બહેનો અને ભાઈઓને ઇનામ અર્પણ કરવામાં આવ્યું હતું. જયારે શાળા તરફથી સ્ટાફમાં બે શિક્ષિકાઓને સારા ગરબા માટે ડાયરેક્ટર પૂજાબેન જૈનના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સમાપન તરફ લઇ જતા શાળાના ડાયરેક્ટર પૂજાબેન જૈન અને આચાર્યએ વિશ્વહિન્દુ પરિષદ દુર્ગાવાહીનીના પધારેલ મુખ્ય મહેમાનોને મોમેન્ટો આપી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા મંત્રી નેહલ શાહ એ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. અને આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર વિધિ શાળાના આચાર્ય ગુંજન ભાટીયા એ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here