દાહોદના ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં મેમોગ્રાફીની સુવિધા શરૂ કરવામાં આવી

0
48

દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા મેમોંગ્રાફીની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં બ્રેસ્ટ કેન્સરના મરીજો જે GSRI જે અન્ય જગ્યાએ દૂર દૂર જતાં હતા હવે એની સારવાર દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે, અને એની સારવાર કરવામાં આવશે આગળ પણ બ્રેસ્ટ કેન્સરના મરીજો આવતા હતા એની સારવાર ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવતી હતી. જેની માંગ વધતા એને જોતા મેમોગ્રાફીનો મશીન ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું છે. આ મેમોગ્રાફીની સુવિધા અન્ય બહારના હોસ્પિટલમાં કરવામાં આવતી હતી. જેનો ચાર્જ 2000 થી 2500 રૂપિયા થતો હોય છે. જે સુવિધા ઝાયડસ હોસ્પિટલમાં તદ્દન ઓછા દરે જેમાં એક સ્તનના 150 રૂપિયા અને બન્ને સ્તનના 300 રૂપિયાના ઓછા દર થી સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

દાહોદના ઝાયડસ હોસ્પિટલના ડો શિવાની ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં જે મેમોગ્રાફીની સુવિધા શરૂ કરવામાં આવી છે એ સુવિધા મહિલાઓ માટે આશીર્વાદ રૂપ છે અને કોઈ પણ મહિલા શરમાયાં વગર તમામ મહિલાએ હોસ્પિટલ આવી ચેકઅપ કરાવવું જોઈએ. જો મહિલાને સ્તનની જગ્યા ઉપર ગાંઠ જેવું ફીલ થાય ત્યારે તરત જ સર્જનની સલાહ લઈને ઝાયડસ હોસ્પિટલમાં આવી મેમોગ્રાફીની મદદથી તપાસ કરાવી જોઈએ અને તપાસ કરનાર ડોકટર મહિલા જ હોય છે એટલે કોઈને શરમાવાની જરુર નથી અને ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉમરની મહિલાઓને ખાસ કરીને તપાસ કરાવવી જોઈએ. જો મહિલાને સ્તનની જગ્યા પર ગાંઠ જેવું લાગે ત્યારે સારવાર માટે કે તપાસ માટે હોસ્પિટલનો સંપર્ક કરવા ડો શીવાની ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે અને આ તપાસ ઘણા ઓછા સમયે થતી હોય છે. જેથી મહિલાઓ કોઈ પણ સમયે આવી તપાસ કરાવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here