દાહોદના રમત પ્રેમી નવયુવાનો દ્વારા સીટી ગ્રાઉન્ડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

0
146

 

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરની મધ્યમાં આવેલ સીટી ગ્રાઉન્ડમાં લોકો સવારે અને સાંજે ક્રિકેટ રમવા આવે છે તથા મોટા ભાગના લોકો વોકિંગ ટ્રેક પર ચાલવા પણ આવે છે તેવી જ રીતે અમે લોકો સીટી ગ્રાઉન્ડ ઉપર રમવા હંમેશા જઈએ છે ત્યારે આ વખતે અમારા બધા મિત્રોને એક વિચાર આવ્યો કે સીટી ગ્રાઉન્ડ કેટલું ગંદુ હોય છે અને જ્યાં ત્યાં પ્લાસ્ટિકના પેકેટ્સ, પાણીની ખાલી બોટલો અને પાણીના ખાલી પાઉચની થેલીઓ પણ પડ્યા જ હોય છે. ત્યારે આ દ્રશ્ય જોવામાં બહુ ખરાબ લાગતું હતું. એટલે અમને વિચાર આવ્યો કે સીટી ગ્રાઉન્ડ માટે કાંઇક કરવું છે એટલે અમે રમવા પછી ગ્રાઉન્ડમાં થી બધો કચરો ઉઠાવીને ભેગો કરવાનો વિચાર કર્યો આશરે સવારના ૧૧ વાગ્યાથી લઈને ૧૨ વાગ્યા સુધી જેટલો કચરો ભેગો થયો કેટલો કચરો અમે લોકોએ ભેગો કર્યો લગભગ બાર જેટલી મોટી પ્લાસ્ટિકની થેલી ભરીને કચરો ભેગો થયો હતો પછી અમારે આ કામ કરતા સિટી ગ્રાઉન્ડમાં રમવા આવેલા બીજા લોકોએ આ દ્રશ્ય જોઈ તેઓ પણ તેમાં સાથ આપ્યો હતો અને તેઓ નગર પાલિકાના સભ્ય હતા. આ સભ્યોમાંથી એક ભાઈએ નગર પાલિકાની કચરા ગાડી મંગાવી આપી અને બધો કચરો ફેકી તે કચરા ગાડીમાં મુકાવી દીધો. આ સફાઈ અભિયાનમાં સરન, શ્રેય, તત્વ, શુભમ, રીશી, પ્રથમ, ક્રિષ્ના, રાહીલ, કથન, તનુજ, દેવ જેવા મિત્રોએ ભાગ લીધો હતો.
અમારી સાથે નગર પાલિકાના સભ્યોમાં સચિનભાઈ, અલ્પેશભાઈ, અને પ્રતિક્ષાબેનએ પણ અમને સાથ સહકાર આપ્યો. સીટી ગ્રાઉન્ડમાં આ સફાઈ અભિયાનથી અમારે ખૂબ ખુશી થઈ હતી. આ સાથે અમારા સૌ મિત્રોની નગર પાલિકાના અગ્રણીઓને નમ્ર વિનંતી છે કે જયારે દાહોદ શહેર માટે શહેરની મધ્યમાં રમત ગમત માટે એક સારું ગ્રાઉન્ડ હોય તો તેમાં કચરો નાખવા માટે થોડેક થોડેક અંતરે ડસ્ટબીન (કચરા પેટી) મુકવા જોઈએ અને ગ્રાઉન્ડમાં કચરો ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આમ કરવાથી શહેર અને ગ્રાઉન્ડમાં સ્વચ્છતા જળવાઈ રહેશે. દાહોદ શહેરને સ્વચ્છ રાખવું એ આપણા બધાની નૈતિક ફરજ છે તેવું પણ આ બધા મિત્રોએ ભેગા મળી જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here