દાહોદના રાજમાર્ગો પરના જોખમ રૂપ વીજ થાંભલાઓને શિફ્ટીંગ કરવા MGVCL ના ઉચ્ચ અધિકારીઓ સક્રિય ક્યારે બનશે ? આ મામલે નગર પાલિકા દ્વારા થયેલ રજુઆતને પણ સત્વરે ધ્યાને લેવી જોઈએ

0
236

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના અમુક રાજમાર્ગો ઉપર MGVCL ના વીજ થાંભલા રસ્તાને લગોલગ અને વચ્ચે જોવા મળી રહ્યા છે. ત્યારે આ રસ્તાઓ ઉપરના થાંભલાઓથી વારંવાર અકસ્માત ને આકર્ષી રહ્યા છે. અગાઉ પણ રળિયાતી રોડ ઉપર આવેલ શશિધન ડે સ્કૂલ પાસે એક વીજ થાંભલા જોડે ટ્રક અથડાઇ જતાં તે થાંભલો ઘર ઉપર પડ્યો હતો. સદ્દનસીબે તે થાંભલો પડતાં કોઇને જાનહાનિ થઈ ન હતી. અને જો તે વીજ થાંભલાના લાઈવ વાયર જો રસ્તા ઉપર પડ્યા હોતા તો આ રસ્તાઓ ઉપર હજારો લોકોની અવર જવર થતી હોય છે અને જો કોઈ મોટો અકસ્માત સર્જાયો હોત તો શું સ્થિતિ સર્જાતી ?? તે અકલ્પનીય છે. તેવોજ બીજો અકસ્માત તા.૦૭/૧૧/૨૦૨૦ ને શનિવારના રોજ રળિયાતી રોડ ઉપર આવેલ વ્રજધામ સોસાયટી આગળ રસ્તા ઉપર જ MGVCL ના વીજ થાંભલો આવેલ છે તે અડચણ રૂપ થાંભલા જોડે કોઈક અજાણ્યા વાહનની ટક્કર થઈ જતાં તે થાંભલો તૂટી અને પડેલ અને સમગ્ર ગોવિંદનગર , ચાકલીયા રોડ, મંડવાવરોડ, વ્રજધામ વિસ્તારની લાઇટો ગુલ થઈ હતી અને તે થાંભલો રોડ ઉપર પડ્યો હોત અને ત્યાંથી અવર જવર કરતાં લોકો ઉપર લાઈવ વાયર પડે તો શું સ્થિતિ થાય ? કેટલો મોટો અકસ્માત સર્જાય તે વિચારવા જેવુ છે. અને તે વાયર કોઈક દુકાનના લોખંડના દરવાજા સાથે કે પછી કોઈ ગાડી પર પડે તો તેની પરિસ્થિતિ શું થાય તે પણ વિચારવા જેવુ છે. અને જો ચાલતા પાંચ પંદર જણા જતાં હોય અને તેમની ઉપર તે લાઈવ વાયર પડી જાય તો ઘણો મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ છે. જેથી કરીને દાહોદના રહીશોની ઉગ્ર માંગ છે કે આવા રોડ ઉપરના જે થાંભલાઓ છે તે સત્વરે શિફ્ટ કરવામાં આવે. આજે જ્યારે દાહોદ શહેર સ્માર્ટ સિટી બનવા તરફ અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે આ પાયાની સુવિધાઓ કે જે વીજળી, પાણી અને રસ્તા કહેવાય એમાં તો કોઈ પણ જાતની ઉણપ રેહવીજ ના જોઈએ તો પછી આ વીજળીની પ્રાથમીક જે સુવિધા છે. તેમાં આ થાંભલાઓ મખમલમાં ટાટનું થિંગડું સમાન છે. જેને મુખ્ય રસ્તાઓ ઉપરથી ખસેડી સાઇડમાં કરવા જોઇયે અને GEB એ સત્વરે આના ઉપર કાર્યવાહી કરવી જોઇયે.

THIS NEWS IS POWERED BY –– PHONEWALE 

વધુમાં દાહોદ નગર પાલિકા દ્વારા પણ MGVCL ના ઉચ્ચ અધિકારીઓ ને આ પરિસ્થિતિનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ધ્યાન દોરવામાં આવેલ છે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરેલ છે તેવું પાલિકા ના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવેલ છે જેથી હવે જે લેવેલે કાર્ય પૂર્ણ કરવાનું બાકી હોય તે આગળ વધે કારણકે આવા અકસ્માતોના લીધે વીજ પુરવઠો પણ લાંબા સમય સુધી ખોરવાયલો રહે છે. એક તો બેકારી, અને કોરોનાની માર અને આવા મંદીના સમયમાં વીજ પુરવઠો લાંબા સમય સુધી બંધ રહે તો લોકોને ધંધામાં પણ આર્થિક નુકશાન થાય છે અને તેની સાથે સાથે લોકોના જીવનનું પણ જોખમ રહેલું છે. જો આવા સમયમાં આ રસ્તા ઉપરના થાંભલાઓ રસ્તાની સાઇડમાં શિફ્ટ (ખશેડવામાં) નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આવા થાંભલાઓ પરથી જો લાઈવ વાયર પડે અને કોઈક મોટો કોઈ અકસ્માત સર્જાય અને મોટી જાનહાનિ થાય તો શું MGVCL ના ઉચ્ચ અધિકારીઓએ આની જવાબદારી લેશે ખરા ? આ વીજ થાંભલાઓનું કયાર સુધીમાં શિફ્ટીંગ થઈ શકે છે તે હવે જોવાનું રહ્યું. શું MGVCL ના ઉચ્ચ અધિકારીઓ આવા રસ્તાને નડતર રૂપ થાંભલાઓ કયારે અને કેટલા સમયમાં શિફ્ટીંગ કરશે કે પછી કોઈ મોટી અનહોંની ઘટના ની રાહ જોશે તે લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here