Wednesday, November 6, 2024
Google search engine
HomeLimkheda - લીમખેડાદાહોદના લીમખેડામાં આમ આદમી પાર્ટીમાં પડ્યું મોટુ ભંગાણ, AAP નાં સંગઠન મંત્રી,...

દાહોદના લીમખેડામાં આમ આદમી પાર્ટીમાં પડ્યું મોટુ ભંગાણ, AAP નાં સંગઠન મંત્રી, જિલ્લા મહાસચિવ અને ઉપપ્રમુખે સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ભાજપનો કેસરિયો કર્યો ધારણ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના લીમખેડામાં આજે તા.૨૨/૧૧/૨૦૨૨ ને મંગળવારના રોજ ભાજપે એક જંગી સભાથી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. ત્યારે દાહોદના લીમખેડામાં આમ આદમી પાર્ટીમાં પડ્યું મોટુ ભંગાણ, દાહોદના સાંસદના હસ્તે ભાજપનો કેસરિયો કર્યો ધારણ. વિપુલ ડામોર કે જે લીમખેડા આમ આદમી પાર્ટીના વિધાન સભાના સંગઠન મંત્રી હતા, તેમની સાથે આમ આદમી પાર્ટીના જિલ્લાના મહાસચિવ અને ઉપપ્રમુખ માધવ મકવાણા તેમજ લીમખેડા તાલુકાના મોટા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આજે તા.૨૨/૧૧/૨૦૨૨ ને મંગળવારના રોજ દાહોદ જિલ્લા સાંસદના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.

AAP હોદ્દેદારોએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે આમ આદમી પાર્ટી જુઠ્ઠી છે અને ખોટા વાયદા કરે છે તે ગુજરાતની ભોળી પ્રજાને ઠગી રહી અને તેઓએ ભાગ કરેલા 6 હજાર ઉપરના ગેરંટી કાર્ડ તળાવમાં પધરાવી દીધા. AAP ના સંગઠન મંત્રીએ કેજરીવાલ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે તે જૂઠી રેવડીઓ વેચે છે તે ગામડામાં જઈ તેમના કાર્યકર્તા લોકોને લોભ લાલચ આપી ઠગે છે. તેઓને હવાલા વિશે પૂછતાં તેઓ એ કહ્યું કે હા તેઓના હવાલાથી ઘણા જિલ્લાઓમાં રૂપિયા આવ્યા છે અને નિષ્ઠાની વાત અરવિંદ કેજરીવાલ ના જ કરે તો સારું કારણકે તેઓ દાહોદ આવ્યા ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મેરીટ પ્રમાણે ટીકીટ આપીશું અને ખરેખર જ્યારે ટીકીટ આપવાની થઈ ત્યારે તેઓએ આયાતી ઉમેદવારોને ટીકીટ આપી અને સંનિષ્ઠ કાર્યકર્તાઓની અવગણના કરી હતી એટલે કેજરીવાલ માત્ર અને માત્ર જૂઠું જ બોલવા ટેવાયેલા છે અને એટલે જ દાહોદ જિલ્લાની જનતા તેમને ઓળખી ગઈ છે અને તેમને ચુંટણીમાં પરચો બતાવશે.

  • વિપુલ ડામોર આમ આદમી પાર્ટી ના માજી સંગઠન મંત્રી કેસરિયો કર્યો
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments