KEYUR PARMAR – DAHOD
દાહોદના વેસ્ટર્ન રેલવેના વર્કશોપ ખાતે આજે ભારત સરકારના રેલ રાજ્ય મંત્રી રાજેન ગોહાઇ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી આદિજાતિ જસવંત ભાભોરના વરદ્દ હસ્તે આજે લોકાર્પણ અને શિલાન્યાસ નો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તેમનું રેલવે વર્કશોપ ખાતે ભાજપ નગરપાલિકા પ્રમુખ દાહોદ સંયુક્તાબેન મોદી દ્વારા કંકુતિલક કરી સ્વાગત કરાયુ હતું તેમજ દાહોદ ભાજપની મહિલાઓ અને કાઉંસિલરો દ્વારા પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓ મંચ ઉપર પહોંચ્યા હતા જ્યાં દાહોદના સંસદ અને લોકલાડીલા કેન્દ્રીય રાજ્ય મંત્રી જસવંતસિંહ ભાભોર દ્વારા પરંપરાગત સાફો અને બંડી પહેરાવી અને તીરકામઠું આપી કરાયુ હતું.
દાહોદનું રેલ્વે વર્કશોપ ખુબ જૂનું અને ઐતિહાસિક પણ છે એક સમયનું ભારતનું બીજા નંબરનું આ કારખાનું આજે ભાજપની સરકાર આવ્યા બાદ તેને જીવંત રાખી અને તેનામાં ગતિ આવે તે માટે અનેકો પ્રયન્ત થઇ રહ્યા છે અને મોદી સરકાર દ્વારા આ કારખાને કરોડો રૂપિયાના કામો આપી આ વર્કશોપને આગળ વધારી તેને પ્રગતિ ઉપર લઇ જવાની ભરપૂર કોસીસ અને અમલીકરણ થઇ રહ્યું છે, મુખ્યત્વે ૬ વિભાગો જેવાકે મુંબઈ સેન્ટ્રલ, વડોદરા, અમદાવાદ,ભાવનગર, રાજકોટ અને રતલામ ને આ વર્કશોપ દ્વારા સેવાઓ પુરી પડવામાં આવે છે, આજે દાહોદના આ રેલ્વે વર્કશોપ માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે આ વસરે જયારે વેગન શોપ અનુરક્ષણની સંવર્ધિત ક્ષમતાને ભારત સરકારના રેલ રાજ્ય મંત્રી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. આ વૃદ્ધિની સાથેજ વેગની પી.ઓ.એચ. ક્ષમતા પ્રતિવર્ષ જે હાલ 450 ની છે તે વધી અને 750 વેગન ની થઇ ગઈ છે અને એટલુંજ નહિ પરંતુ પી.ઓ.એચ. ક્ષમતાની વધારે વૃદ્ધિ અને આધુનીકરણ માટે શીલાન્યાસ પણ રેલ રાજ્ય મંત્રી રાજેન ગોહાઇના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રેલ રાજ્ય મંત્રી રાજેન ગોહાઇએ મીડિયા સાથે વતચીતમાં કહ્યું હતું કે દેશભરમાં લોકાર્પણ ખાતમુહૂર્ત અને શિલાન્યાસના કાર્યક્રમ ઠેર ઠેર ચાલી રહ્યા છે અને આ વાત થી હું ખુબજ ખુશ છું અને રેલ્વે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ખુબજ પ્રગતિ કરી છે. અને નરેન્દ્ર મોદી છેક છેવાડા ના માનવી સુધી પહોંચી અને તેની પીડા જાણી સમજી તને દૂર કરવાનો અભિગમ રાખનાર આપણા પ્રધાનમંત્રીનો હું ખુબ ખુબ આભાર છું. કે તેમને આવા વિસ્તારની પણ ચિંતા છે અને તેને અમલમાં મૂકી કાર્ય કરે છે.
દાહોદના વોર્કશોપમાં બપોરના 12.00 વાગે રેલ રાજ્ય મંત્રી રાજેન ગોહાઇ અને જસવંતસિંહ ભાભોરના વરદ્દ હસ્તે દાહોદ સ્થિત લોકો કેરેજ અને વેગન કારખાનામાં પી.ઓ.એચ. ક્ષમતા વૃદ્ધિ અને તેના આધુનિકરણનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું અને સાથે સાથે સંવર્ધિત વેગન શોપ મેન્ટેનેન્સ ક્ષમતાના કાર્યનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જસવંતસિંહ કહ્યું હતું કે દાહોદની ચિંતા આપણા વડાપ્રાધન નરેન્દ્ર મોદી દિલ્હીમાં બેઠા બેઠા કરી રહ્યા છે અને જેના ફળ સ્વરૂપે આપણા દાહોદને છેલ્લા ત્રણ વર્ષમાં 553 કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને દાહોદના વિકાસની ચિંતા કરી છે છેવાડાના ગરીબ આદિવાસી ભાઈ બહેનોની ચિંતા કરી છે અને દાહોદને પીવાનું પાણી હોય, કે સિંચાઈ ના પ્રશ્ન હોય કે પાસપોર્ટ ઓફિસ હોય તમામ બાબતોનું પોતે ધ્યાન રાખી અને દાહોદ જિલ્લાને પ્રગતિ કરવામાં અગ્રેસર રહે તે માટે પ્રયત્નો કર્યા છે.
