દાહોદના ૫૦ પશુપાલકોનો આણંદ ખાતે એક દિવસીય તાલીમ તેમજ પ્રેરણા પ્રવાસનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજન કરાયું હતું.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગોબરધન પ્રોજેક્ટના અમલીકરણ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ દ્વારાં પશુપાલકોની આણંદની નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ ખાતે તાલીમ તેમજ પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા કો.ઓર્ડિનેટર વિવેક પ્રજાપતિની આગેવાનીમાં જિલ્લા તાલુકાની ટીમ સહિત કુલ ૫૦ પશુપાલકોની ટીમને આણંદ ખાતે ગોબરધન પ્રોજેક્ટના અમલીકરણ બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ મુંજકુવા ગામ ખાતેના કાર્યરત બાયોગેસ પ્લાન્ટની મુલાકાત, લાભાર્થી સાથે પરામર્શ તેમજ સ્લરી પ્રોસેસિંગ યુનિટની પણ મુલાકાત કરી તે વિશે સમજ અપાઈ હતી.
