આજે તા.૧૦/૦૬/૨૦૨૩ ને શનિવારના રોજ વહેલી સવારે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા દાહોદ APMC માં વેપારી અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરએ વેપારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે 9 વર્ષમાં ખૂબ વિકાસ કર્યો છે અને આજે વિકાસ થયો છે તેમાં દેશના વેપારીઓનો પણ ખૂબ મોટો ફાળો છે. અને દાહોદના APMC માં ગુજરાત નહિ પણ આજુ બાજુના રાજ્ય મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી પણ વેપાર થાય છે અને ગુજરાતમાં ઊંઝા પછી દાહોદ APMC અંદાજે 2 હજાર કરોડના ટર્નઓવર સાથે બીજા ક્રમે આવે છે જે આપણા સૌ માટે ગૌરવ ની બાબત છે. આ પ્રસંગે પ્રદેશમાંથી વક્તા ડૉ. રાજેશભાઈ શાહ એ પ્રબુદ્ધ નાગરિકોને સંબોધન કરી અને કેવી રીતે આપણે સમાજમાં યોગદાન આપી શકીએ જેનાથી દેશ મજબૂત થાય તે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને ગરબાડામાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર અને મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદના APMC ના સભાહોલમાં યોજાયું વેપારી અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન
RELATED ARTICLES