દાહોદની  કોંગ્રેસ હસ્તગત તાલુકા પંચાયતમાં પ્રમુખ નીકુંજ મેડા અને ઉપપ્રમુખ પુનમસિંગ પણદા એ ચાર્જ સંભાળ્યો  

0
473

 

keyur parmar logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod 

દાહોદ તાલુકા પંચાયતમાં આજે વેહલી સવારથીજ કોંગી કાર્યકર્તાઓ નો જમાવડો જોવાતો હતો અને જે પ્રમાણે કોંગ્રેસે દાહોદ તાલુકામાં બહુમતી મેળવી હતી. આજ સવારે 11વાગે દાહોદ તાલુકા પંચાત ભવન ખાતે તમામ તાલુકા આભ્યો ની હાજરીમાં પ્રમુખ નીકુંજ મેડા અને ઉપ્રમુખ પુનમસિંગ પણદાએ પોતાનો ચાર્જ વિધિવત રીતે સંભાળ્યો હતો .  આ પ્રસંગે જીલ્લા પ્રમુખ કિરીટ પટેલ,ધારા સભ્ય વજેસિંહ પણદા, માજી સાંસદ પ્રભાબેન તાવીયાદ, હરીશ નાયક , નૈણાસિંહ બકાલીયા, કિશોર તાવીયાડ , કલસિંહ મેડા , ઈશ્વર પરમાર તથા ગોપાલ ધાનકા ઉપસ્થિત રહ્યા હતા. અને  દાહોદ તાલુકા પંચાયતમાં  પ્રમુખ નિકુંજ મેડા તથા  ઉપપ્રમુખ પુનમસિંગ પણદા ને તાલુકા કોંગ્રેસ સમિતિએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here