THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૨૩/૧૧/૨૦૨૨ ને બુધવારના રોજ ખરોડ ખાતે નરેન્દ્ર મોદીની જંગી સભા યોજાઈ. જેમાં જંગી જન મેદની ઉમટી પડી હતી. નરેન્દ્ર મોદી ના આવતા પહેલાં દાહોદ જિલ્લાની ૬ વિધાનસભાના ઉમેદવારોએ પોતાને મત આપવા અપીલ કરી હતી.
દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે જનમેદની દ્વારા ઊભા થઈને મોદી.. મોદી.. નાં નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીનું દાહોદ જિલ્લા સાંસદ જશવતસિંહ ભાભોર દ્વારા આદિવાસી બંડી, ચાંદીના કંદોરા અને ભોરિયું તથા માથે પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ દરેક વિધાન સભાના ઉમેદવારોએ પણ સાલ ઓઢાડી અને ચાંદીના ભોરીયા પહેરાવી સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી સાત મહિનાનાં ટુંકા ગાળામાં જ બીજી વાર દાહોદનાં આંગણે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ત્યારબાદ દાહોદની જનતાનો આભાર માનતા કહ્યું કે હું જ્યારે પણ દાહોદ આઉ છું ત્યારે આ દાહોદનાં લોકોએ નક્કી કરી નાખ્યું છે કે દરેક વખતે જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આવડી મોટી વિરાટ સભામાં દાહોદ એ નક્કી જ કરી લીધું છે કે ભાજપની સરકાર બની ગઈ. મંચ ઉપર બધા જૂનાં સાથીઓને તેઓ મળ્યા ત્યારે તેઓએ કહ્યું કે મને ખૂબ આનંદ થયો છે. તેઓએ કહ્યું કે ૧૮૫૭ થી માંડીને દેશ આઝાદ થયો ત્યાં સુધી મારા આદિવાસીઓએ જે બલિદાન આપ્યું છે. જેવી રાષ્ટ્રભક્તિનાં પાઠ ભણાવ્યા તેવા ગોવિંદ ગુરુને પ્રણામ કરી આશીર્વાદ આપી રહ્યા છે. તેઓએ લોકોને કહ્યું કે ફિર એક બાર… ત્યારે લોકો દ્વારા બોલવામાં આવ્યું કે મોદી સરકાર…
વધુમાં તેઓએ કહ્યું કે હું તો તમારા આશીર્વાદ લેવા આવ્યો છું અને વિજય તો તમારા વોટ થી થવાનો જ છે. અને તમારો વટ પણ પડવાનો છે. તેમણે કહ્યું કે આપણે જ્યારે આપણું પોતાનું કર્તવ્ય નિભાવીએ ત્યારે દેશ આખો વિકાસ કરી શકે છે. કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા તેઓએ કહ્યું કે આજે આઝાદીના ૭૫ વર્ષ વિતી ગયાં, આ દેશમાં ઢગલા બંધ રાષ્ટ્રપતિ થઈ ગયા પરંતુ કોંગ્રેસના લોકોને ક્યારેય એક આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો. આ ભારતીય જનતા પાર્ટી છે જેને પહેલી વાર દેશમાં રાષ્ટ્રપતિઅને એમાં પણ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનાવીને દુનિયાની અંદર એક સંદેશો આપ્યો છે.
વધુમાં તેઓએ કહ્યું કે કોંગ્રેસનાં એક ભાઈ પદ માટે યાત્રા કરી રહ્યા છે. આ પદ માટે યાત્રા કરનારા ભાઈને હું પૂછવા માંગુ છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એક આદિવાસી બહેનને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાયા તો તેમને ટેકો આપવામાં તમારા પેટમાં શું દુ:ખતું હતું અરે તમારે તો એવું કહેવું હતું કે એક આદિવાસી દીકરી આ દેશની રાષ્ટ્રપતિ બનતી હોય તો અમારા કોઈ રાજકીય મતભેદો નથી. અમે સો ટકા ટેકો આપીશું પણ એવું ના કર્યું આપણા રાષ્ટ્રપતિના ઉમેદવાર આદિવાસી બહેન સામે તેમણે ઉમેદવાર ઉભો રાખ્યો તેમને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી નાખ્યું પણ અમારા આદિવાસી ભાઈ બહેનોના આશીર્વાદ હતા કે અમારે એક આદિવાસી બહેન દેશની પહેલી રાષ્ટ્રપતિ બની અને તમારા આશીર્વાદથી આ પુણ્ય કાર્ય કરવાનો અમને ભાજપવાળાને અવસર મળ્યો. આ કોંગ્રેસની સંસ્કૃતિ જ છે કે પોતે કોઈ કાર્ય કરે નહીં અને બીજા કોઈ કરે તો તેને કરવા દે નહી. અને જો કરવા માંડે તો આડા ઉતરે ખાડા કરે, આવો કોંગ્રેસ વાળાનો સ્વભાવ છે. ગુજરાતે વિકાસ એકાંકી કર્યો નથી વિકાસ એને સર્વાંગી કર્યો છે. વિકાસ સર્વસ્પર્શી કર્યો છે. વિકાસ સર્વશ્રેષ્ઠીએ કર્યો છે.
THIS NEWS IS POWERED BY –– AVSAR PUJAPA AND DECORATION
વધુમાં તેઓએ કહ્યું કે અમે સ્વનિધિ રોજગારી યોજના ચલાવીએ છે. આ યોજના ફૂટપાથ પર પાથરણા પાથરીને શાકભાજી વેચે છે, લારી ગલ્લા ચલાવે છે તેમના માટે બનાવી છે. એક તરફ અમે ઉડાન યોજના બનાવી છે જેથી કરીને હવાઈ ચપ્પલ પહેરનારો માણસ પણ હવાઈ મુસાફરી કરી શકે આવી અનેક યોજનાઓ દ્વારા અમે ગુજરાતની પ્રજાનો વિશ્વાસ જીતી આશીર્વાદ મેળવી રહ્યા છીએ. દેશનાં ગામડે ગામડે ૧૦૮ ની સેવા પહોંચાડી છે. અને તેમાં પણ સાંપ કરડવાની દવા પણ હવે કરવામાં આવી રહી છે.