Wednesday, December 11, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં યોજાયો ફેમિલી અડોપશન પ્રોગ્રામ

દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજમાં યોજાયો ફેમિલી અડોપશન પ્રોગ્રામ

દાહોદ મેડિકલ કોલેજમાં યોજાયો ફેમિલી અડોપશન કાર્યક્રમ વિદ્યાર્થીઓ પરિવારો ને દત્તક લઈ કરશે સારવાર

દાહોદ ઝાયડસ સિવિલમાં આજે ફેમિલી અડોપશન પ્રોગ્રામનું ઉદ્ઘટ્ટાન સિવિલ ના CO દ્વારા આજે તા.૨૬/૦૫/૧૦૨૩ ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું. આ અડોપશન પ્રોગ્રામ મેડિકલ અભ્યાસનો એક ભાગ છે. આ વોલેન્ટરી અભ્યાસ નથી આ કમ્પલ્સરી તમારા કોર્સનો એક ભાગ છે. આ પરિવાર અડોપશનનો મુખ્ય હેતુ કોમ્યુનિકેશન સ્કીલ અને વિશ્વાસ પ્રસ્થાપિત કરવાનો છે. બીજો હેતુ ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિની જાણકારી મેળવવાનો છે અને આ અભ્યાસ થકી સરકારી આરોગ્ય લક્ષી યોજનાઓની જાગૃતિનો છે. આ પરિવારો ના ડેટા ભેગા કરી તેનું વિશ્લેષણ કરવું મુખ્ય અને મહત્વનું કે આ પરિવારોની બીમારીઓ, નાદુરસ્ત તબિયત અને કુપોષણ વિશે ચકાસણી કરી તેનું વિશ્લેષણ કરી તેની સારવાર કરી અને તે સ્તરે તેમના પરિવારની આરોગ્ય સ્તરે પરિસ્થિતિમાં મોટા પાયે સુધાર લાવી નિરોગી પરિવાર બનાવી તેના થકી ગામ અને શહેર, જિલ્લો, રાજ્ય અને દેશ સ્તરે આરોગ્ય લક્ષી આ પ્રોગ્રામ ચલાવી સ્વસ્થ ભારતનો હેતુ સર કરવાનો છે.

જેમાં વિદ્યાર્થીઓ ગામમાં જઈ એક વિદ્યાર્થી એક પરિવાર ને એડોપ્ટ કરે છે અને તે પરિવારના દરેક સભ્યોનું મેડિકલ ચેકઅપ કરે છે અને જેમને જે કોઈ તકલીફ હોય કે બીમારીનું નિદાન થશે તેની સારવાર તેઓ પોતે કરાવશે અને તેમને વિના મૂલ્યે કેવી રીતે સારવાર અને ક્યાં મળશે અને સરકારની આરોગ્યની કઈ યોજનાઓ છે અને તેમને કેવી રીતે લાભ લેવો જોઈએ આ તમામ વસ્તુઓ નું એક વિદ્યાર્થી દરેક દત્તક લીધેલા પરિવાર સાથે તેમના એક સભ્ય બની ચાર વર્ષ સુધી તેમની આ દરેક બાબતોનું ધ્યાન રાખશે. અને દાહોદમાં દર વર્ષે 200 વિદ્યાર્થીઓ 200 પરિવારોને દર વર્ષે દત્તક લઈ આ પ્રોગ્રામ થકી ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું આરોગ્ય અને જીવન નિરોગી બને તે માટે સદંતર પ્રયાસો કરવામાં કાર્યરત રહશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments