જિલ્લા તિજોરી કચેરી દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને જિલ્લા તિજોરી અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે કે તા.૧ મે થી ૩૧ જુલાઈ દરમિયાન તેઓએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. જો પેન્શનર હયાતીની ખરાઈ કરાવવામાં નિષ્ફળ રહેશે તો ઓગસ્ટ મહિનાથી પેન્શન બંધ કરવામાં આવશે. હયાતીની ખરાઈ માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પદ્ધતિ મુજબ ઓનલાઇન ખરાઈ કરાવવા માટે વેબસાઈટ એડ્રેસ www.jeevanpramaan.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે
RELATED ARTICLES