Saturday, November 9, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં આજે ભાજાપના  રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એ જંગી વિજય સંકલ્પ સભાને...

દાહોદમાં આજે ભાજાપના  રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એ જંગી વિજય સંકલ્પ સભાને સંબોધી

દાહોદમાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા એ જંગી વિજય સંકલ્પ સભાને સંબોધી કોંગ્રેસ ઉપર કર્યા અકરા પ્રહાર કહ્યું વિકાસ તો નરેન્દ્રભાઇ મોદીએ કર્યો છે

દાહોદ જિલ્લાના છાપરી ખાતે ભાજપ કાર્યાલય કમલમ પાસે ખાલી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની જાહેર સભાનું આયોજન દાહોદ ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના પ્રચાર અર્થે રાખવામાં આવી હતી. આ જાહેર સભામાં જે.પી. નડ્ડા દ્વારા વડાપ્રધાન મોદીની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે આજે વિશ્વ ફલક ઉપર ભારતનું નામ થયું છે તો તેનો શ્રેય આપણા વડાપ્રધાનને જાય છે. તેઓએ હંમેશા ગરીબ, પીડીત, શોષિત, વંછિતો માટે વિવિધ યોજનાઓ થકી તેઓની તમામ ક્ષેત્રે ચિંતા કરી છે. તેઓ હરહંમેશ તેમના માટે સતત કાર્યો કરતા રહ્યા છે. અને આ લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે પ્રયત્નશીલ છે અને દસ વર્ષ પહેલા ની વાત કરીએ તો દેશના લોકો એવું વિચારતા કે હવે દેશનું કઈ નઈ બદલાય આમ જ ચાલશે. અને 2014 પછી વિકસિત ભારતની કલ્પના સાથે દેશ વિકાસની ગતિએ વિશ્વભરમાં આગળ વધી રહ્યો છે અને હવે આવનારા સમયમાં મોદીજી 70 વર્ષથી ઉપરની વયના તમામ લોકો કોઈ પણ જ્ઞાતિના હોય તેઓને આયુષ્માન કાર્ડ નો બાભ મળશે. અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આ લોકો સનાતન વિરોધી છે રાષ્ટ્ર વિરોધી છે

આ સભામાં લઘુમતી મહિલાઓએ ઉપસ્થિત રહી અબ કિ બાર 400 પારના નારા સાથે જસવંતસિંહ ભાભોરને જીત અપાવી મોદીજી માટે એક કમળ અમે દાહોદ થી મોકલીશું તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ, રાજ્ય મંત્રી બચુભાઇ, જસવંતસિંહ ભાભોર, પ્રભારી સતિષભાઈ, ગોરધન ઝડફિયા તથા અન્ય મહાનુભાવો અને મોટી જનમેદની ઉમટી પડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments