દાહોદમાં કોંગ્રેસના તુષાર ચૌધરીએ રાહુલ ગાંધીના અમદાવાદ અને અડાલજના કાર્યક્રમ સંદર્ભે યોજી પત્રકાર વાર્તા

0
141

 

દાહોદ જિલ્લાના પ્રભારી તૃષાર ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન વિશ્રામ ગૃહ, દાહોદ ખાતે બપોરે કરેલ હતું જેમા સૌ પ્રેસ મિડીયા અને ઇલેકટ્રોનિક મિડીયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેઓ જણાવ્યું હતું કે CWC ની 58 વર્ષ પછી મિટિંગ ગુજરાતના અમદાવાદમાં રાખવામાં આવી છે. જે મિટિંગમાંં અમદાવાદ ખાતે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા  વાઢરા, ગુલામનબી આઝાદ, અહેમદ પટેલ અને અન્ય કૉંગ્રેસના મહાનુભાવો CWC ની બેઠકમાં ઉપસ્થિત રહેશે. અને ત્યારબાદ અડાલજ ખાતે અખિલ ભારતીય કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા એક વિશાળ જન સંપર્ક રેલીનું આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. અને આ કાર્યક્રમમાં માટે દરેક સમિતિને જવાબદારીઓ સોંપવામાં આવી છે. 1300 વાહન એટલે 15000 લોકો દાહોદથી જશે તેવું પ્રેસમીટમાં કહ્યું હતું.

આ પ્રેસમીટમાં કોંગ્રેસમાંથી દાહોદ જિલ્લાના પ્રભારી તૃષાર ચૌધરી, પુનાભાઈ ગામીત, વજેસિંહ પણદા, ચંદ્રિકાબેન બારીયા, ડૉ. મિતેષ ગરાસિયા, સંગ્રામસિંહ રાઠવા, કિરીટ પટેલ, દિનેશ સિકલીગર ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here