ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.૦૭ મી મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ અધિકારીઓ દ્વારા દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ઠેર-ઠેર ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમ દરમ્યાન બાગાયત અધિકારી એચ.બી. પારેખએ વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા સમજાવતાની સાથે મતદાન અંગેની વિસ્તૃત માહિતી આપીને તમામ વિદ્યાર્થીઓ સો ટકા મતદાન કરવા માટેની હાકલ કરી હતી. જે અંતર્ગત દાહોદ જિલ્લાનાં તમામ મતદારો આ મતદાનમાં અચૂક ભાગ લઇ દાહોદ જિલ્લાનું મતદાન મહત્તમ નોંધાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત દાહોદમાં જે. એન્ડ આર. બી.એડ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાતાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લોકોને મત આપવા માટે સહી ઝુંબેશ અને રેલી યોજીને જાગૃત્તિ સંદેશ આપવામા આવ્યો હતો. છેલ્લે મતદાન જાગૃતિ અંગેના શપથ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાગાયત અધિકારી એચ.બી. પારેખ, બી. એડ. કોલેજના પ્રિન્સીપાલ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો