દાહોદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે એક અલગ આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ રાજપૂત સમાજના અખીલ ભારતીય કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ રાહુલસિંહ રાજપૂત, અખિલ ભારતીય તેમજ ગુજરાત પ્રદેશ કરણી સેનાના અન્ય મહાનુભાવો હસ્તક શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ શરુ કરાવવામાં આવ્યો હતો. અને સમગ્ર રજપૂત સમાજે ત્યાં શાસ્ત્ર પૂજન કર્યું હતું.
ત્યાર બાદ રાજપૂત સમાજ દ્વારા દાહોદ નગરમાં બાઇક રેલી યોજી જય ભાવની, જય મહારાણા પ્રતાપના ગગન ભેદી નારાઓ સાથે દાહોદના રાજમાર્ગો ઉપર ફરી હતી. આ પ્રસંગે રાજપૂત સમાજ દાહોદના અંગેવાનો ભરત સોલંકી, મહેશ રાઠોડ, અનિલ રાજપૂત, બાપુસિંહ રાઠોડ, જગદીશસિંહ રાઠોડ તેમજ રાજપૂત સમાજના બહારના અન્ય તાલુકાઓ માંથી આવેલા રાજપૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રાહ્ય હતા અને વિજય દશમીના કાર્યક્રમ ધામધૂમથી ઉજવ્યો હતો.