દાહોદમાં રાજ્ય કક્ષાના ૭૨માં પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં માત્રને માત્ર આમંત્રિતોને જ પ્રવેશ આપવામાં આવશે : જિલ્લા કલેક્ટર વિજય રૂપાણી

0
58

કોરોના માર્ગદર્શિકા મુજબ થયેલી વ્યવસ્થામાંઆમંત્રણધરાવતા લોકોને પોલીસ પ્રવેશ આપશે.

દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારોઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર કાર્યક્રમની ઉજવણી કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી હોવાથી કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિતિની સંખ્યા નિયંત્રિત કરવામાં આવી છે. એટલે, માત્ર આમંત્રિતોને કાર્યક્રમના સ્થળે પ્રવેશ આપવામાં આવશે.
ઉક્ત બાબતે જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર દ્વારા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુરૂપ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમને સ્થળે એ જ પ્રમાણે બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ઉપસ્થિતોની સંખ્યા પણ બહુ જ મર્યાદિત કરવામાં આવી છે. એટલે, પ્રવેશ માટે બે દ્વાર ઉપરથી માત્ર આમંત્રણ પત્રિકા ધરાવતા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. આ બાબતનું ચોક્કસાઇથી પોલીસ દ્વારા પાલન કરાવવામાં આવશે.
આ બન્ને વરિષ્ઠ અધિકારીઓએ એમ પણ ઉમેર્યું છે કે, આમંત્રિતો પણ પ્રવેશ વખતે સામાજિક અંતરનું પાલન કરે એ જરૂરી છે. માસ્ક પહેરવું ફરજિયાત છે. પાણી પીવા સમયે કે કોઇ અન્ય પ્રસંગે પણ કાર્યક્રમના સ્થળે સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે. વાહનો પણ કલર કોડ પ્રમાણે પાર્ક કરવાના રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here