દાહોદમાં રેલ્વે ઓવર બ્રિજથી ઝાલોદ બાયપાસ સુધીનો બનશે નવો રસ્તો

0
183

હાઇવે ઓથોરિટીએ રૂ. ૨ કરોડ માર્ગ મકાનને ફાળવ્યા બાદ, રસ્તાનું નવીનીકરણ થયા બાદ તેનું હસ્તાંતરણ થશે.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તક રહેલા દાહોદ શહેરના રેલ્વે ઓવર બ્રિજથી ઝાલોદ બાયપાસ સુધીના રસ્તાનું ₹. ૨ કરોડના ખર્ચથી નવીનીકરણ થવા જઇ રહ્યું છે. હાઇવે ઓથોરિટીએ આ માટેની રકમ રાજ્યના માર્ગ અને મકાન વિભાગને અપાતા હવે ટૂંક સમયમાં નવો પેવર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. નાયબ કાર્યપાલક ઇજનેર વિજય ભાભોરે જણાવ્યું કે, આ સાત કિલોમિટરનો આ માર્ગ હાઇવે ઓથોરિટી પાસે હોવાથી તેના મેઇન્ટન્સમાં તકલીફ પડતી હતી. કારણ કે, હાઇવે ઓથોરિટીની એક ઓફિસ ચિત્તોડગઢ અને બીજી ઓફિસ ગોધરા આવી છે. આ બાબતે કલેક્ટર વિજય ખરાડીએ આ રસ્તો રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હસ્તક લેવા જણાવ્યું અને બાદમાં આ બાબતે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી.

રેલ્વે ઓવર બ્રિજથી ઝાલોદ બાયપાસ રોડ દાહોદ નગરના સૌથી વ્યસ્ત રાજમાર્ગ પૈકીનો એક છે. ઝાલોદ તરફ જતા વાહનો ઉપરાંત જિલ્લા સેવા સદન અને કોર્ટ તરફ જતાં અરજદારો તથા કર્મચારીઓ આ માર્ગનો ઉ૫યોગ કરે છે. ગત ચોમાસાની ઋતુ દરમિયાન આ રાજમાર્ગનું પણ ધોવાણ થયું હતું. બાદમાં તેને દુરસ્ત કરવામાં આવ્યો હતો. હાલમાં આ રસ્તે ૧૦ મિટર પહોળો છે. તેને હાલના તબક્કે ૧૫ મિટર પહોળો કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેની ટેન્ડરિંગ પ્રક્રીયા પૂર્ણ થઇ ગઇ છે. એટલે ટૂંક સમયમાં તેનું કામ શરૂ કરવામાં આવશે. ભવિષ્યમાં આ રસ્તે ૨૦ મિટર પહોળો કરી શકાય એવું પણ આયોજન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here