દાહોદમાં શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા સપ્તમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો 

0
1071

keyur parmar logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod 

દાહોદમાં દાહોદમાં શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા સપ્તમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ પરમ પુજ્ય 1008 બ્રહ્માલીન શ્રી મોનીબાબા ની પ્રેરણાથી અને સંતકૃપા  સભ્યોના  પરિશ્રમ અને અથાગ પ્રયત્નો થી આ કાર્યક્રમ ખુબજ સારી અને સરસ રીતે  પૂર્ણ થયો હતો. વેહલી સવારે9.00 વાગે ગ્રહશાંતિ કરી અને  10.00 વાગે વન્ખંડી હનુમાનજી મંદિર થી વરઘોડો દાહોદ બજાર માં થઇ અને સ્વામી વિવેકાનંદ સંકુલ  ઉપર પહોચ્યો હતો અને ત્યાં 12.00 વાગે આ તમામ 26 વરકન્યા ને  હિંદુ વિધિસર આ તમામ ના લગ્ન કરવ્યા હતા. અને લગ્નમાં આપતી તમામ પ્રકારની ઘરવકરીની  ચીજવસ્તુઓ  હતી. અને સાથેજ આજ પ્રસંગે તેમને  ઉપરજ લગ્નના સર્ટીફીકેટ પણ ત્યાજ સ્થળ ઉપર આપી દેવાયા હતા. ખરેખર આ આયોજન સંતકૃપા મંડળનું ખુબ સરાહનીય છે અને આવા હિંદુ સમાજ માટેના થતા કર્યોમાં અન્ય લોકોએ પણ કોઈને કોઈ રીતે પ્રત્યેક કે પરોક્સ એમાં સહકાર આપવો  જોઈએ.આ કાર્યક્રમ ને ખુબજ આનંદ થી આગળ વધારવામાં મુખ્ય યોગદાન રમેશભાઈ ખંડેલવાલ , બાબુભાઈ પંચાલ  અને મનોજભાઈ ભાટિયા નું રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here