આજે તા.૧૩/૦૧/૨૦૨૫ ને સોમવારના રોજ દાહોદ ઝોનમાં ભક્તિ પર્વ સમાગમ વડોદરા થી પધારેલ મુકેશભાઈ પરમારની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો. જેમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર આ ચાર જિલ્લાઓ માંથી મોટી સંખ્યામાં ભક્તોએ સત્સંગનો લાભ લીધો. સત્સંગ દરમિયાન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈએ વડોદરા થી પધારેલ મુકેશભાઈ પરમારનું ફૂલહાર થી સ્વાગત કર્યું
ભક્તિ પર્વ સંત સમાગમમાં અલગ અલગ ભાષાઓના માધ્યમથી વક્તા સંત મહાત્માઓએ ભજન તથા વિચારો પ્રસ્તુત કર્યા હતા. જેમાં બ્રહ્મજ્ઞાન જ્યારે જીવનમાં આવી જાય છે ત્યારે ખબર પડે છે આ જીવન શા માટે મળ્યું છે મનુષ્ય જન્મનો ઉદ્દેશ જ પ્રભુ પરમાત્માની પ્રાપ્તિ કરી આત્માને જન્મ મરણના બંધન થી મુક્ત કરવાનું છે જે સંત નિરંકારી મિશનના વડા સદગુરુ માતા સુદીક્ષા મહારાજના આશીર્વાદથી પલભરમાં બ્રહ્મજ્ઞાન થાય છે.
અંતમાં દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ એ આવેલા બધા સંત મહાત્માનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.