દાહોદ અનાજ મહાજન ગૌશાળાઓમાં કેટલ શેડનું લોકાર્પણ

0
161
PRAVIN PARMAR – DAHOD
દાહોદ અનાજ મહાજન સંચાલિત ગૌશાળામા આજે દાહોદ ખાતે આજે પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ વર્ધમાન સંસ્કાર ધામની નિશ્રામાં અને તેમના ઉપદેશથી પ્રેરાઈ મુંબઈના શાંતાબેન લવચંદજી વોહરા અને બરોડના મનહરભાઈ વાડીલાલ શાહ અને દાહોદના શાંતિલાલ અગ્રવાલ તેમજ દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરની નિધિમાંથી દાન પ્રાપ્ત કરીને આ નવીન કેટલ શેડ બનાવવામાં આવેલ છે. જેમા વધારાની ગાયો જે અન્ય શેડ સિવાય પણ રાખી શકશે જેનું લોકાર્પણ આ તમામ મહાનુભાવોના હસ્તે અને દાહોદ નગરજનોની હાજરીમાં ગત રોજ કરવામાં આવેલ છે જેથી હવે કતલખાને જતી ગાયોને આપણે બચાવી શકીશું.
દાતાઓનું કહેવું હતું કે ભારતમાં દર વર્ષે કતલખાનો નવા ખુલતા જ જાય છે અને તેની સંખ્યા વધતી જાય છે જેથી આપણે આપણી સંસ્કૃતિને જો બચાવવી હોય તો સામે એટલીજ પાંજાપોળ શરુ કરી આ અબોલા જીવને બચાવવા પડશે નહીંતર આ શ્રુષ્ટિ પરથી અન્ય પ્રાણીઓની જેમ આ ગૌમાતા પણ લુપ્ત થવાના આરે આવી શકે છે. જે પ્રમાણે દેશમાં ચુપકેથી ગૌ હત્યાઓ થઇ રહી છે તેનો વિરોધ અને સરકારમાં રજૂઆતો કરીને પણ આપણે આ કાર્યને કરવુ જ પડશે. આપણી હિન્દૂ સંસ્કૃતિની એક આગવી ઓળખ છે જેમાં દેવી દેવતાઓનો વાસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here