દાહોદ આવતી કાલે મત ગણતરી અફવા બઝાર ગરમ પણ અંતે તો “કાલે જો જીતા વોહી સિકંદર”

0
570
NewsTok24 – Desk
દાહોદમાં મતદાન પછીના બીજા દીવસથીજ અફવા બઝાર ગરમ થવા લાગ્યું હતું દાહોદમાં કુલ 60 ટકા મતદાન થયું હતું  જેના કારણે ભાજપ ના કાર્યકર્તા જીત નો દાવો કરતા નઝર આવી રહ્યા છે. પરંતુ જો દાહોદ શહેરની વાત કરીએ તો દાહોદ પ્રોપરમાં  અફ્ફા બઝાર અને ચર્ચાઓનો માહોલ ગરમ છે.
  એક તરફ કોંગ્રસ બેઠા થવાની સ્થીતીમાં હોય એવું જણાતા  તેઓ તો આખી પેનેલો અમુક ચોક્કસ વોર્ડમાં આવવાની ગણતરી રાખીને બેઠા છે.  NewsTok24ની સાથે હળવાસની પળોમાં એક વરીસ્ટ કોંગી નેતા ના જણાવ્યા અનુસાર તેઓ કોંગ્રસની 10 થી 15 સીટો ની ગણતરી રાખી રહ્યા છે. જ્યારે NewsTok24ના સર્વે મુજબ ભાજપને 22 થી 24 સીટો તેવું જણાઈ રહ્યું છે. સિવાય કે કોંગ્રસ કોઈ મોટા ઉપસેટના સર્જીસકે તો ભાજપ 27 સીટોએ પહોચી જશે.
પણ દાહોદમાં ગમે તે પરિસ્થિતિ સર્જાય ભાજપની વોટની ટકાવારી ચોક્કસ થોડી ઘટતી દેખાઈ રહી છે . કુલ મળીને દરેક વોર્ડમાં મતદાતાઓએ આ વખતે  ખેલાડીયો ને દોડતા તો કરીજ દીધા હતા અને કોઈ પણ રાજકીય માંધાતા દાહોદ નું સચોટ મૂલ્યાંકન કરી સકે તેવી સ્થીતીજ નથી. ખરેખર આ વખતે મતદાતાઓએ કોઈ ને કળવાજ  નથી દીધા .
                   શક્યતાઓ જોતા શરતોનો દોર અને સટ્ટા બાઝાર ગરમ છે અને શરતો લાગી રહી છે કે  વોર્ડ 6 અને 8માં ભાજપની પેનેલ નહિ આવે , ગોધરા રોડ વોર્ડ 5 ભાજપની પેનેલ ખાંડી થશે ત્યાં અપક્ષ આવશે , 1 વોર્ડમાં પણ કોંગ્રસ એક મહિલા સીટ  લઇ જશે , વોર્ડ 4માં પણ ભાજપ ને અપક્ષો નડશે એવી ચર્ચાઓ ચાલે છે. જયારે વોર્ડ 2 માં પણ લોકો એવી ચર્ચાઓ કરે છે કે ભાજપ ની પેનેલ તૂટશે , જયારે 9 નંબરમાં જાતિવાદ સમીકરણો કામ કરે તો પણ ભાજપ ને નુકશાન થાય ટેવ ત્યાના વોર્ડ માં ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર ગામના લોકો ની જ્યાં નઝર છે તે વોર્ડ નંબર 7 માં ભાજપ ના ઉમેદવાર અને ભાજપનાજ બાગી અપક્ષ ઉમેદવાર વચે અને બક્ષી પંચના ઉમેદવારો માં કાટેકી ટક્કર જેવો મામલો છે અને એટલેજ વોર્ડ નો 7 ટોક ઓફ ધ ટાઉન છે. તો 3 નંબર પણ કોઈનાથી અળગો નથી રહ્યો ત્યાં પણ જનરલ ઉમેદવારો અને મહિલા સીટ ઉપર ભાજપ ને અપક્ષ મહિલા કડી ટક્કર આપી રહી હોવાની ચર્ચાઓ થઇ રહી છે.અંતે તો આ બધા ગપ ગોળા અને અફવા બઝારો ની અટકળો થી એક વાત તો સાફ છે કે આ વખતે ભાજપ પણ કળી નથી શકતી મતદારો નો મિઝાઝ.
 પરંતુ છેલ્લે તો કાલે ખબર પડી જશે અને આખરે તો ” જો જીતા વોહી સિકંદર”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here