એન્જિનિયરિંગ કોલેજ દાહોદના બ્લોક નં 3 ઉપર આજે તા.૦૯/૧૧/૨૦૨૨ ને બુધવારના રોજ એન.બી. રાજપૂત 132 મુખ્ય ચૂંટણી અધિકારી દાહોદ વિધાનસભા દ્વારા આવનારી 5 ડિસેમ્બર ના રોજ થનાર મતદાનને લઈ 132, દાહોદ વિધાનસભાની સૂચના મુજબ નાયબ ચૂંટણી અધિકારી મનોજ મિશ્રા દ્વારા નાયબ મામલતદાર રવિન્દ્ર એન. ડામોર, નાયબ મામલતદારને ચૂંટણી અધિકારી અને અન્ય નાયબ મામલતદારો પૈકી મનદીપ લુહાર ( ટ્રેનિંગ ), ફિર્દોસ પઠાણ (સ્ટેશનરી ), હીનાબેન ગરાસિયા ( પોસ્ટલ બેલેટ ) અને ભરતસિંહ સોલંકી ( EVM ) ની જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમજ 132ના મુખ્ય ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા સંકલન કરી આજે પ્રિસાઈડિંગ ઓફિસરો, ઝોનલ ઓફિસરો, મદદનીશ ઝોનલ ઓફિસરો અને પોલિંગ ઓફિસરોની ટ્રેનિંગ યોજાઈ હતી. દાહોદ 132 વિધાનસભાના કુલ 690 પ્રિસાઈડિંગ ઓફિસરો અને 78 ઝોનલ ઓફિસરોની ટ્રેનિંગ જેમાં પોસ્ટલ બેલેટ, EVM, VVPat અને મતદાન મથક ઉપર મતદાનના દિવસે કરવાની થતી તમામ કામગીરી અને ધ્યાન રાખવાની મુખ્ય બાબતો અંગે આ ટ્રેનિંગ માસ્ટર ટ્રેનરો દ્વારા આપવામાં આવી હતી.
દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે સવારે ચુંટણી 2022 સંદર્ભે મતદાન માટે નિમણુક થયેલ ઓફિસરોની યોજાઈ તાલીમ
RELATED ARTICLES